સંસ્કારી નગરી વડોદરામાં ઢોર બન્યા બેફામ,રખડતા ઢોરની અડફેટે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સંસ્કારી નગરી વડોદરામાં ઢોર બન્યા બેફામ,રખડતા ઢોરની અડફેટે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Stray Cattle (File Photo)

મળતી માહિતી મુજબ 55 વર્ષીય મધુ બારોટ નામની મહિલાના માથામાં 9 ટાંકા આવ્યા છે.જેના પરથી રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તેનો અંદાજો લગાવી શકાય છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 24, 2022 | 9:13 AM

વડોદરા (vadodara) શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો (Stray cattle)ત્રાસ જોવા મળ્યો છે.વારંવાર રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડતા હોવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો.ગઈકાલે શહેરના કિશનવાડી વિસ્તારમાં રખડતા ઢોરે એક મહિલાને અડફેટે લેતાં તેને 9 ટાંકા આવ્યા છે. રખડતા ઢોરે મહિલાને અડફેટે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને પગલે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં(Sayaji Hospital)  સારવાર માટે લઈ જવાઈ હતી.

મળતી માહિતી મુજબ 55 વર્ષીય મધુ બારોટ નામની મહિલાના માથામાં 9 ટાંકા આવ્યા છે.જેના પરથી રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તેનો અંદાજો લગાવી શકાય છે.

રખડતા ઢોરનો ત્રાસ ક્યારે અટકશે ?

સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી રહ્યા છે.રખડતા ઢોરને કારણે ઘણી વખત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે,તો ઘણીવખત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.વડોદરામાં થોડા સમય પહેલા રખડતા ઢોરને કારણે એક યુવકે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને કારણે આજે ફરી એક વખત કિશનવાડી વિસ્તારમાં આ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati