આજે રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, ક્યાંક ધીમીધારે તો ક્યાંક મેઘરાજાની તોફાની સવારી

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (IMD)  માનીએ તો આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે.

આજે રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, ક્યાંક ધીમીધારે તો ક્યાંક મેઘરાજાની તોફાની સવારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:45 AM

રાજ્યમાં ફરીથી વરસાદી (rain gujarat) માહોલ જામશે . થોડા દિવસ વિરામ લીધા બાદ હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ (rain Forecast) પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં (kutch) આજથી વરસાદ પડશે. તો 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું (IMD)  માનીએ તો આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 4 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad)ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ 80 ટકા વરસાદ થવાની સંભાવના છે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન 80 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ વરસાદની 70 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31રહેશે.તેમજ દિવસ દરમિયાન 80 ટકા વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં 80 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં 90 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન હળા વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન 80 ટકા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન 70 ટકા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

શહેરવાસીઓને બફરાથી રાહત મળશે

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન 90 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ શહેરવાસીઓને બફરાથી રાહત મળશે, કારણ કે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.તો 50 ટકા વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.ઉપરાંત દિવસ 60 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 32 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">