Vadodra : ડભોઇના વઢવાણા ગામ પાસે ગરનાળામાં પાણી ભરાતા, 5 ગામના લોકો પરેશાન

Vadodra :  ડભોઇ તાલુકાના વઢવાણા ગામ પાસેના ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું છે.ગરનાળામાં પાણી ભરાતા 5 ગામના લોકો આ ગળનાળામાંથી પસાર થઈ શકતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, દર ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 13, 2021 | 3:54 PM

Vadodra :  ડભોઇ તાલુકાના વઢવાણા ગામ પાસેના ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયું હતુ.ગરનાળામાં પાણી ભરાતા 5 ગામના લોકો આ ગળનાળામાંથી પસાર થઈ શકતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, દર ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે.

વડોદરા (Vadodra) શહેરના ડભોઈ તાલુકાના વઢવાણા ગામ પાસે ગરનાળામાં પાણી ભરાયું હતુ. વઢવાણાથી છોટાઉદેપુર, બોડેલી તરફ રેલવે લાઈન પર બનાવવામાં આવેલા ગરનાળામાં વરસાદનું પાણી (Rain water) ભરાયું હતુ.ગરનાળામાં પાણી ભરાતા આવન-જાવન માટે સાઈકલ કે મોટર દ્વારા નગરજનો રેલ્વે ટ્રેક (Railway track)પરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે.

પાણીના નિકાલ માટે તંત્ર કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠી છે. આસપાસના 5 ગામના લોકો આ ગરનાળામાંથી પસાર થાય છે.સ્થાનિકોનું કહેવું છે કે,ગરનાળું જ્યારથી બન્યું છે ત્યારથી ચોમાસામાં પાણી ભરાવવાનો પશ્ન છે.ત્યારે ચોમાસાની હજુ શરુઆત થઈ છે ત્યારે તંત્ર કોઈ યોગ્ય ઉકેલ લાવે કે કેમ તે જોવું રહ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">