Vadodra:હર ઘર તિરંગા અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા આહ્વાહન

મુખ્યમંત્રી અને મહાનુભાવો પોલોગ્રાઉન્ડથી સૂરસાગર તળાવ સુધી તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં (Tiranga yatra) નાગરિકો હોંશેહોંશે સામેલ થયા હતા. કેટલાક છાત્રો સ્વાતંત્ર્ય સેનાનીના પરિવેશમાં આવ્યા તો કેટલીક યુવતીઓએ ભારત માતાનું રૂપ ધારણ કરી તેમાં સહભાગી થઇ હતી.

Vadodra:હર ઘર તિરંગા અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા આહ્વાહન
Tirnga yatra In vadodra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:17 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (Bhupendra PAtel) વડોદરા  ખાતે તિરંગાયાત્રા દરમિયાન નાગરિકોને દેશ માટે સમર્પિત થવાનો જુસ્સો કાયમી રાખવાનું આહ્વાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે દેશ માટે જીવવાનું છે. દેશ માટે સારી રીતે જીવી શકાય તે માટેનો અમૃતકાળ ચાલી રહ્યો છે. દેશને આઝાદી અપાવવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. હવે આ કાળમાં દેશ માટે કશું કરી જીવવાનો અવસર છે. આઝાદીના અમૃત મહોત્સવ (Aazadi ka Amrit Mahotsav) નિમિત્તે રાજ્ય સરકાર અને વડોદરા  (VMC) મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી વિરાટ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,  મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં અહીંના પોલો ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવી તેઓ પણ સાથે આ પદયાત્રામાં સામેલ થયા હતા.

મુખ્યમંત્રી અને મહાનુભાવો પોલોગ્રાઉન્ડથી સૂરસાગર તળાવ સુધી તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં (Tiranga yatra) નાગરિકો હોંશેહોંશે સામેલ થયા હતા. કેટલાક છાત્રો સ્વાતંત્ર્ય સેનાનીના પરિવેશમાં આવ્યા તો કેટલીક યુવતીઓએ ભારત માતાનું રૂપ ધારણ કરી તેમાં સહભાગી થઇ હતી. આ યાત્રાનું ઠેરઠેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રાંતીય વિશેષતાઓને આધારે આપણા દેશમાં અનેક પ્રકારના તહેવારો જુદીજુદી રીતે મનાવવામાં આવે છે. પણ, આ રાષ્ટ્રીય પર્વ કોઇ પણ નાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના બંધનો વિના માત્ર દેશપ્રેમ સાથે તમામ લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આહ્વાન કર્યું છે. ગુજરાત આ આહ્વાનને ઝીલીને અદ્દભૂત ઉત્સાહ દર્શાવી રહ્યું છે. નાગરિકોમાં આ અભિયાન પ્રત્યે ખૂબ જ હોંશ જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઇના પ્રત્યેક આહ્વાનને તમામ ગુજરાતીઓ સારી રીતે ઝીલી લે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, સંસ્કારી નગરી વડોદરામાં તિરંગા યાત્રા પ્રત્યે શહેરીજનોના ઉત્સાહને જોતા આઝાદી બાદના તુરંતના ઉત્સાહ જેવી અનુભૂતિ થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે સૌ શહીદોને નમન કરતા દેશની એકતા અને અખંડિતતાને જાગૃત કરવા શ્રીનગરના લાલ ચોકથી કેરળ સુધી દેશની ચારેય દિશામાં કરોડો ઘરોમાં તિરંગો લહેરવા અપીલ કરી તેને અદમ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

હર ઘર તિરંગા અભિયાન શહીદોને સલામી આપવાનો કાર્યક્રમ છે, તેમ જણાવતા હર્ષ  સંઘવીએ ઉમેર્યું હતું કે, આપણો તિરંગાની શાન માત્ર દેશમાં નહીં પણ દુનિયામાં પણ લહેરાઇ રહી છે. વિદેશની ધરતી ઉપર તાજેતરમાં થયેલા યુદ્ધમાં ફસાયેલા બીજા દેશના છાત્ર તિરંગો લહેરાવતા સલામત બચી ગયો હોવાની ઘટના આપણી નજર સમક્ષ છે, આ વાત તિરંગાનું ગૌરવગાન કરે છે. નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તેવું આહ્વાન તેમણે અંતે કર્યું હતું.

આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગના પ્લાટૂન, શી ટીમ, ઘોડે સવા૨ પોલીસ, વિવિધ શાળા કોલેજ અને યુનિવર્સિટીઓ જેવી કે, એમ.એસ.યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, સુમનદિપ યુનિવર્સિટી, બાબરીયા યુનિવર્સિટી, નવ રચના યુનિવર્સિટી અને પાયોની૨ જેવી વિવિધ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યોના પ્રાંતીય સંગઠનો જેવા કે, કેરલા, ઓડીશા, પંજાબી, રાજસ્થાની અને બંગાળી વગેરેના સામાજિક સંગઠનોના લોકો પોતાની પ્રાંતીય વેશભૂષામાં સજ્જ થઈ, વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિ અને નાગરીકો તેમજ વિવિધ અસોસીએશનોના હોદ્દેદારો સ્પોર્ટ્સ ક્લબ સાથે સંકળાયેલા નાગરિકો ઉપરાંત વાહનો સાથે દિવ્યાંગજનો પણ સહભાગી થયા હતા. તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ૫૨ માર્ગની બન્ને તરફ તિરંગા ઝંડાથી સુશોભન કરવામાં આવ્યા હતા. તેમજ રૂટ ૫૨ ઠેર ઠે૨ યાત્રાના સ્વાગત માટે વિવિધ નૃત્ય મંડળીઓ, અને વિવિધ ડીજેની વિવિધ ટીમો જોડાઇ હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">