Vadodara: ગ્રામ્ય વિસ્તારોની સ્માર્ટ શાળાઓએ વિદ્યાર્થીઓને આકર્ષ્યા, 75 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લીધુ એડમિશન

વડોદરા (Vadodara) જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શરૂ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવો હેતું આ અભિયાન પાછળ રહેલો છે.

Vadodara: ગ્રામ્ય વિસ્તારોની સ્માર્ટ શાળાઓએ વિદ્યાર્થીઓને આકર્ષ્યા, 75 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લીધુ એડમિશન
વડોદરાની સ્માર્ટ શાળા
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 03, 2022 | 12:47 PM

વડોદરા (Vadodara) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે સ્માર્ટ ક્લાસ (Smart class) શરુ કરવામાં આવ્યા હતા. જેના હવે ગુણાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ થવાની સાથે જ ખાનગી શાળા (Private school) છોડી છાત્રો હવે સરકારી પ્રાથમિક શાળામાં (Govt Primary School) દાખલ થયા છે. આવા 75 છાત્રો ખાનગી શાળાનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે.

73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ

વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શરૂ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવો હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 2255 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી 73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે.

આ સ્માર્ટ ક્લાસમાં એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશ બોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણના અભ્યાસક્રમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિંદીની કવિતાઓ ગાન સાથે અને ગણીત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે. આ વિશેષતા બાળકોએ રસ સાથે અભ્યાસ કરવા માટે પ્રેરે છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

13 છાત્ર ફરી સરકારી શાળામાં આવ્યા

વડોદરાના કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના છાત્રો ફરી દાખલ થયા છે. માત્ર 900 જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ 304 છાત્રો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુબાજુના સાતેક ગામના છાત્રો પણ ત્યાં અભ્યાસ કરવા આવે છે. એમાંય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં 13 છાત્રો ફરી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઇ છે.

સ્માર્ટ શાળામાં દીકરા-દીકરીને મુકનાર વાલીઓનો મત

પોતાની દીકરીને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂકનારા જયદેવભાઇ પાટણવડિયા નામના ખેડૂત કહે છે, હું મારી દીકરી ક્રિષ્નાના અભ્યાસકાર્યનું રોજબરોજ નિરીક્ષણ કરૂ છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા સરકારી શાળામાં ભણવાથી તેમની નોટ સારી રીતે તૈયાર કરે છે. કસોટીમાં પણ સારા માર્ક આવે છે. તો ઉપશિક્ષક મહેન્દ્રભાઇ મહેરા કહે છે, અમે ધોરણ 6થી 8ના છાત્રોને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરાવીએ છીએ. શાળામાં આ ત્રણ કક્ષામાં કુલ 210 છાત્રો અભ્યાસ કરે છે. સ્માર્ટ લર્નિંગના કારણે છાત્રોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધી છે. આ છાત્રોનું એકમ કસોટીમાં સારૂ પરિણામ જોવા મળ્યું છે.

તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરીએ જણાવ્યુ કે, અમે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં સ્માર્ટ ક્લાસ ધરાવતી 140 શાળાઓના 5778 છાત્રોને આવરી લેવામાં આવ્યા હતા. સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ નહોતા કરતા એવા વર્ષ 2019-20 દરમિયાન ધોરણ 6ના ઉક્ત 5778 છાત્રોમાંથી 40 ટકા નીચે પરિણામ હોય એવા છાત્રોની સંખ્યા 982 હતી. આ ટકાવારી 17 ટકા જેટલી થવા જાય છે. જ્યારે, 69 ટકા એટલે કે 4007 છાત્રોનું વાર્ષિક પરિણામ 40થી 79 ટકા જેટલું હતું. એ જ પ્રમાણે વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ ગુણાંક ધરાવનારા છાત્રોની સંખ્યા 750 (12 ટકા) હતી.

હવે આ જ છાત્રો આ જ્યારે વર્ષ 2021-22માં ધોરણ 8માં સ્માર્ટ ક્લાસ વર્ગમાં અભ્યાસ કર્યો અને તે બાદ લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં તેના ગુણાંકમાં વધારો નોંધાયો છે. આ વર્ષમાં કુલ 5853 છાત્રો નોંધાયા હતા. સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં 40 ટકા મેળવનારા છાત્રોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે. 40થી 80 ટકા ધરાવનારા છાત્રોની સંખ્યા 69 ટકા થઇ છે. જ્યારે, વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ મેળનારા છાત્રોની સંખ્યામાં 6 ટકાના વધારા સાથે 18 ટકા નોંધાઇ છે. આમ, એકંદરે ઉચ્ચ ગુણાંક મેળનારા છાત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">