Vadodara : પેપર લીક કૌભાંડમાં ઓરિસ્સાના આરોપીને પોલીસે ઝડપ્યો, વડોદરા કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યાં, આ રીત ઘડ્યો હતો પેપરલીકનો કારસો?

આરોપી સરોજ ઓરિસ્સાના કરતનપલ્લીની યુજીએચ એસ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે. અગાઉ ઓડિશામાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના કૌભાંડમાં પણ સરોજ અને મુરારી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેમાં એક ઉમેદવારને પાસ કરાવવા રૂપિયા 6 લાખનો ભાવ નક્કી કર્યો હતો.

Vadodara : પેપર લીક કૌભાંડમાં ઓરિસ્સાના આરોપીને પોલીસે ઝડપ્યો, વડોદરા કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યાં, આ રીત ઘડ્યો હતો પેપરલીકનો કારસો?
પેપર લીક મામલે વધુ એક આરોપીની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 7:55 AM

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળી નાખનારા આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે.  જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં 17માં આરોપીની ધરપકડ કરાઈ છે. ઓરિસ્સાના સરોજ સીમાયલ માલુને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને  પોલીસે તેના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ATS દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

ઝડપાનારો આરોપી શિક્ષક છે

આરોપી સરોજ ઓરિસ્સાના કરતનપલ્લીની યુજીએચ એસ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે. અગાઉ ઓરિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના કૌભાંડમાં પણ સરોજ અને મુરારી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેમાં એક ઉમેદવારને પાસ કરાવવા રૂપિયા 6 લાખનો ભાવ નક્કી કર્યો હતો. તો બીજી તરફ જુનિયર કલાર્કના પેપરલીક કાંડમાં આરોપી સરોજની કડીરૂપ ભૂમિકા સામે આવી છે. સરોજે પેપર લીક કાંડના અન્ય આરોપીઓ વચ્ચે મુલાકાત કરાવી હતી અને પ્રદીપ નાયક અને મોરારી પાસવાન વચ્ચે તેણે મુલાકાત કરાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઝડપાયો

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડી લાખો યુવાનોના સપના રોળી નાખનારા આરોપીઓ આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે પેપરકાંડના મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે. જીત નાયકની સાથે પ્રદીપ નાયક તેમજ મોરારી પાસવાન નામના અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જીત નાયક આ કે.એલ. હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે

જીત નાયકે તેમના સગા પ્રદીપ નાયકને પેપરની કોપી આપી હતી.મોરારી પાસવાન પેપર ફોડનારા લોકો અને સોલ્વ કરાવનારા લોકો વચ્ચેની મુખ્ય કડી હોવાનું સામે આવ્યું છે. પ્રદીપ નાયકના વડોદરામાં કોઇ સંપર્ક નહોતા પરંતુ તે મોરારી પાસવાન દ્વારા વડોદરાના ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરીના સંપર્કમાં આવ્યો.

પેપરલીકના આરોપીઓ સકંજામાં આવ્યા બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. પેપર કાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડમાં ગુજરાતી આરોપીઓ કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી છે.  આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ છે જે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલા છે. જ્યારે કે પ્રદીપ નાયકનું એક ગ્રુપ ઓડિશાવાળું છે. ત્રીજુ ગ્રુપ જીત નાયકનું છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે સંકળાયેલું છે. તો ચોથું ગ્રુપ બિહારના મોરારી પાસવાનનું છે કે જે ગ્રુપના 7 થી 8 લોકો ઝડપાયા છે.

પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી

જુનિયર ક્લાર્કનું પેપર હૈદરાબાદના કે.એલ. હાઇટેક નામના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લીક થયું હોવાની ગુજરાત ATSને પ્રાથમિક કડી મળી હતી. જે બાદ ATSના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું..આરોપી પ્રદીપ સૌપ્રથમ હૈદરાબાદથી પેપરને વડોદરા લાવ્યો. આરોપીઓએ ભાસ્કર ચૌધરી સાથે 12 થી 15 લાખમાં પેપરનો સોદો કર્યો હતો. પ્રદીપ રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી ક્લાસીસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. પરંતુ તેમના ઇરાદાઓ પાર પડે તે પહેલા જ ગુજરાત ATSની ટીમ ક્લાસીસ પર ત્રાટકી અને આરોપીઓને સકંજામાં લઇ લીધા. આરોપી કેતન બારોટ અને ભાસ્કર અગાઉ 2019માં પણ CBIના હાથે ઝડપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: યુનૂસ ગાઝી,  ટીવી9 વડોદરા

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">