Vadodara: નફીસા આત્મહત્યા કેસ, પોલીસે પ્રેમી રમીઝ શેખની અટકાયત કરી

ગઈકાલે પોલીસે રમીઝ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદ સ્થિત દાણીલીમડામાં રહેતા રમીઝે લગ્નની ના પાડતા નફીસાએ આત્મહત્યા કર્યાનો આરોપ છે. પોલીસે તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી.

Vadodara: નફીસા આત્મહત્યા કેસ, પોલીસે પ્રેમી રમીઝ શેખની અટકાયત કરી
Nasifa Khokhar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:00 PM

વડોદરા (Vadodara) ના બહુચર્ચિત નફીસા આપઘાત કેસમાં પોલીસ (police) કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદ (Ahmedabad) ના આરોપી પ્રેમી રમીઝ શેખની અટકાયત કરી છે. ગઈકાલે પોલીસે રમીઝ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદ સ્થિત દાણીલીમડામાં રહેતા રમીઝે લગ્નની ના પાડતા નફીસાએ આત્મહત્યા કર્યાનો આરોપ છે. પોલીસે તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. મહત્વનું છે કે નફીસાએ અગાઉ વીડિયો બનાવી સાબરમતી રિવફ્રન્ટ પર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે રિવરફ્રન્ટ પોલીસે તેને બચાવી લીધી હતી. બાદમાં વદોડરા જઈને નફીસાએ આત્મહત્યા કરી હતી.

બીજી બાજુ નફીસાના પરિવારજનોએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ આરોપી રમીઝને કડકમાં સજા થાય તેવી માગ કરી છે. નફીસાના પરિવારજનોએ જણાવ્યું હતું કે નફીસા ખુબ જ શરમાળ હતી. તે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી પણ તેણે ક્યારેય તેની મુસિબત વિશે પરિવારજનો સાથે કોઈ વાત કરી નહોતી.

DCP અભય સોનીએ આ કેસની વિગતો આપતાં જણાવ્યું કે નફીસા અને રમિઝ બે ત્રણ વર્ષથી કેન્ટેકમાં હતાં. રમીઝે લગ્ન માટે બાહેધરી આપી હતી. નફીસા ગત એપ્રિલ મહિનામાં રમીઝના ઘરે ગઈ હતી. ત્યારે રમીઝે લગ્નની ના પાડતાં નફીસાએ ત્યાં દાણીલીમડા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી અને ત્યાર બાદ અમદાવાદ રિવરફ્ન્ટમાં કુદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે તે સમયે પોલીસે તેને બચાવી લીધી હતી. ત્યારે બાદ નફીસાએ વારંવાર રમિઝના પરિવારજનોને મળવાની કોશિશ કરી હતી પણ તેઓએ રિસ્પોન્સ આપ્યો નહોતો. જેથી તેણે વડોદરામાં આત્મહત્યાની કોશિશ કરી હતી. આ સમયે રમીઝના પરિવારજનો વડોદરા આવ્યા હતા અને લગ્નની બાંહેધરી આપી હતી પણ ત્યાર બાદ લગ્ન કરાવ્યાં નહોતાં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ડીસીપીએ જણાવ્યું કે નફીસાનો પરિવાર ગરીબ હતો અને રમીઝના પરિવારજનો પૈસાદાર પરિવારની છોકરી સાથે રમીઝના લગ્ન કરાવવા માગતા હતા. આના કારણે વિવાદ હતો. જેથી રમીઝે તેને છોડી દીધી હતી. નફીસા વડોદરામાં ભાડાંના મકાનમાં એકલી રહેતી હતી અને રમીઝ ત્યાં આવતો હતો અને સાથે રહેતો હતો. બંને મિત્ર તરીકે સાથે રહેતાં હતાં અને વારંવાર અમદાવાદ- વડોદરા વચ્ચે આવ-જા કરતાં હતાં. પોલીસે રમીઝના પરિવારજનોએ આ બાબતે પુછપરછ કરી ત્યારે તેઓએ ગોળગોળ જવાબો આપ્યા હતા. રમીઝના પરિવારજનો કહે છે કે છેલ્લા બે મહિનાથી અમારે રમિઝ સાથે કોઈ કોન્ટેક્ટ નથી. રમિઝ અત્યારે ફરાર છે અને વડોદરા પોલીસે તેને શોધી કાઢવા માટે એક ટીમ અમદાવાદ મોકલી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">