vadodara : મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે સાવલી ડેસર અને વાઘોડિયાની લીધી મુલાકાત

vadodara : રાજ્ય સ્થાપના દિન તા. ૧લી-મે ના રોજથી સમગ્ર રાજ્યમાં ‘‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’’ અભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કોરોનાની અસરકારક સારવાર પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે.

vadodara : મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન,  નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે સાવલી ડેસર અને વાઘોડિયાની લીધી મુલાકાત
મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 08, 2021 | 5:17 PM

vadodara : રાજ્ય સ્થાપના દિન તા. ૧લી-મે ના રોજથી સમગ્ર રાજ્યમાં ‘‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’’ અભિયાનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કોરોનાની અસરકારક સારવાર પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે.

આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્ય મંત્રી મંડળના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે.જેના ભાગરૂપે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલને વડોદરા જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ વડોદરા જિલ્લાના ૫૪૬ ગામોમાં કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ખાતે ૫૭૪૯ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજ્ય મંત્રીશ્રી આજે સાવલી ડેસર અને વાઘોડિયા તાલુકાની મુલાકાત લઈ ગામડાઓમાં કોરોનાની પરિસ્થિતિની સ્થાનિક વહીવટી તંત્ર સાથે સમીક્ષા કરીને કોરોના મુક્ત ગામડાઓ બને તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

તેમણે જન્મોત્રી હોસ્પિટલ ખાતે રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે સાવલી,ડેસર સી.એચ સી, રાજુપુરા, પાંડુ, મંજુસર અને જરોદ સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ આઇસોલેશન હેઠળના દર્દીઓને અપાતી સુવિધાઓ અંગે જાત માહિતી મેળવી હતી. ગઈ કાલે મંત્રીએ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ સાથે ડભોઇ તાલુકાના વેગા, સી.એચ.સી ડભોઇ,ચાદોદ, ચનવાડા શિનોર તાલુકાના સેગવા અને કરજણ તાલુકાના વેમારના સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સેવા સારવારની જાણકારી મેળવી તાલુકા તંત્રના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને ત્વરિત સારવાર ઉપલબ્ધ થાય તે માટે લોક ભાગીદારીથી પંચાયત દીઠ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત થયેલા દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે માટે ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન મહત્વનો ભાગ ભજવશે.

તેમણે જણાવ્યું કે દરેક ગામમાં દસ આગેવાનોની એક સમિતિ બનાવવામાં આવી છે. જે ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરશે જેથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે.

વડોદરા જિલ્લામાં કોવિડ કેર સેન્ટરોમાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી અને સ્વચ્છતાની સુવિધાઓ લોકસહયોગથી દર્દીઓને પુરી પાડવામાં આવી રહી છે

તેમણે ઉમેર્યું કે, કોરોના મુક્ત ગામના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામ્ય સ્તરે કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ ઘરમાં જ રહે તો પરિવારના અન્ય લોકો સંક્રમિત થાય પરંતુ કોવિડ કેર સેન્ટર ખાતે પોતે આઇસોલેશનમાં રહીને સારવાર લે તો ચોક્કસ સંક્રમણને ગ્રામ્ય સ્તરે અટકાવી શકાય. ગ્રામ્ય કક્ષાએ શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય તો તેઓએ તકેદારી સ્વરૂપે આઇસોલેટ રહેવું જોઇએ.

આવા જરૂરીયાતમંદોને દવાની સ્ટાન્ડર્ડ કીટ, બી.પી., ઓક્સિજન લેવલની જરૂરી તપાસ થાય અને જરૂર જણાય તો અન્ય હોસ્પિટલમાં લઇ જવા માટેના પ્રયાસો કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરાનાની બીજી લહેરને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામીણ જનશક્તિના સહયોગથી હાથ ધરવામાં આવેલા સર્વગ્રાહી પગલાંની જાણકારી આપી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન, પદાધિકારીઓ, નોડલ અધિકારીઓ સહિત તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">