Vadodara માં ધર્માંતરણ પ્રકરણની તપાસનો ધમધમાટ , બીજા દિવસે પણ છ લોકોની પૂછપરછ કરાઈ

વડોદરા એસઓજી દ્વારા ગુરુવારે પણ નાગરવાડાની મસ્જિદ સાથે સંકળાયેલા 6 લોકોની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી છે. જેમાં મસ્જિદના ઇમામ અને ટ્રસ્ટીઓનો પણ સમાવેશ થાય છે

Vadodara માં ધર્માંતરણ પ્રકરણની તપાસનો ધમધમાટ , બીજા દિવસે પણ છ લોકોની પૂછપરછ કરાઈ
Vadodara investigation into conversion case was in full swing six people being questioned the next day
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:21 PM

ઉત્તર પ્રદેશ(UP)ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલ ઉત્તર પ્રદેશ એટીએસની(ATS) તપાસને કારણે સામે વડોદરાના(Vadodara)આફમી ચેરીટેબલ ટ્રસ્ટનું(Afmi Charitable Trust)  નામ ખૂલ્યું હતું. જેના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશથી હવાલા મારફતે મોટી રકમ મેળવી ટ્રસ્ટના હેતુઓ વિરુદ્ધ રકમના ગેરકાયદે ઉપયોગ મામલે તપાસ ચાલી રહી છે.

જેમાં વડોદરા શહેર એસઓજી દ્વારા નાગરવાડાની મસ્જિદ સાથે સંકળાયેલા છ શખ્સોની બીજા દિવસે પણ પૂછપરછ કરી હતી.ધર્માંતરણ(Conversion)  પ્રકરણની તપાસ કરી રહેલી ઉત્તર પ્રદેશ એટીએસ વડોદરા આવીને ગુજરાત એટીએસની મદદથી સ્કાઉદ્દીન શેખને ઝડપી ગઈ હતી.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારની એક મસ્જિદ સાથે સંકળાયેલા લોકોની એસઆઇટીના અધિકારીઓ દ્વારા બુધવારે  પૂછપરછ કરવામાં આવી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

જ્યારે ગુરુવારે  પણ નાગરવાડાની મસ્જિદ સાથે સંકળાયેલા 6 લોકોની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી છે જેમાં મસ્જિદના ઇમામ અને ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે સલાઉદ્દીન શેખ દ્વારા કયારથી તેઓને રકમ ચૂકવવામાં આવતી હતી,કેવી રીતે ચૂકવવામાં આવતી હતી અને કયા કયા ઉદ્દેશો સાથે ચૂકવવામાં આવતી હતી તે અંગે આ તમામની પૂછપરછ કરવામાં આવી હતી.

ભુજ ની મસ્જિદોની તપાસ બાદ હવે વડોદરા એસ.ઓ.જી દ્વારા ગુજરાત ના અન્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલી મસ્જિદો અને મસ્જીદો સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને જે રકમ આપવામાં આવી હતી તે અંગે તપાસ શરૂ કરી છે.

આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની ભૂમિકા તથા હવાલા મારફતે વિદેશથી કરોડો રૂપિયા લાવી તેના ઉપયોગ-દુરુપયોગ વિશે તપાસ કરી રહેલ વડોદરા એસ.ઓ.જી દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એકાઉન્ટ તથા આફમી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ અને દસ્તાવેજોને આધારે વડોદરા શહેર SOG એ શોધી કાઢ્યું હતું કે સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશથી નિયમિત રીતે કરોડો રૂપિયાની લેવડદેવડ હવાલા મારફતે કરવામાં આવે છે.

આફમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક સામાજીક તથા આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓ માટે વિદેશથી જે રકમ આવતી હતી તેનો ઉપયોગ તે હેતુઓ માટે કરવાની જગ્યા ઉપર ધર્માંતરણ, દિલ્હીમાં થયેલા તોફાનોમાં પકડાયેલા આરોપીઓને કાનૂની મદદ અને મસ્જિદોના નિર્માણ પાછળ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવતી એફઆઈઆર કરવામાં આવી હતી.

જેમાં વડોદરા શહેર એસઓજી દ્વારા સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉંમર સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી જે પૈકી મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મોહમ્મદ હુસૈન મન્સૂરીની ધરપકડ કરી તેના રિમાંડ લેવામાં આવ્યા હતા.

આ રિમાન્ડ દરમિયાન ખુલેલી હકીકતોને આધારે વડોદરા શહેર પોલીસની એક ટીમે કચ્છ ભુજમાં તપાસ કરી હતી અને વિદેશથી આવેલા નાણા થકી છ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાના પુરાવા શોધી કાઢ્યા હતા

અગાઉ અનેક વખત જેની પૂછપરછ થઈ ચૂકી છે તે સલાઉદ્દીન શેખના એકાઉન્ટન્ટ ફરીદ સૈયદની આજે વધુ એક વખત પૂછપરછ કરવામાં આવી હતી અને અત્યાર સુધીની તપાસમાં આવેલ કેટલીક વિગતો તથા નાગરવાડા ની મસ્જિદ સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ દરમિયાન સામે આવેલી કેટલીક વિગતો અંગે ફરીદ સૈયદનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા જેને ઝડપવામાં આવ્યા હતા તે આ કેસના આરોપીઓ સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉંમરની કસ્ટડી મેળવવા માટે વડોદરા શહેર પોલીસને હજુ વધુ કેટલાક દિવસની રાહ જોવી પડશે.

ઉત્તર પ્રદેશ ATS દ્વારા દાખલ કરવામાં આવેલ કેસમાં કલમ 123 અને કલમ 121 નો ઉમેરો કર્યો હોવાથી આ કેસ આપો આપ સેશન્સ કોર્ટમાં તબદીલ થઇ જતા આ બંનેની કસ્ટડી મેળવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા હવે નવેસરથી ટ્રાન્સફર વોરંટ ઉત્તર પ્રદેશની સેશન્સ કોર્ટમાં જમા કરાવવું પડશે વડોદરા શહેર પોલીસ દ્વારા આ અંગે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વર્ષ 2022 સુધી સ્માર્ટ-ડિઝીટલ-વાઇફાઇ યુકત નગરો બનાવવા સીએમ રૂપાણીનું આહવાન

આ પણ વાંચો : Mehsana : ઉંઝા અને બહુચરાજી તાલુકામાં ભારે વરસાદ, જળાશયોમાં નવા નીર આવ્યા

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">