Vadodara: આર્થિક સંકડામણમાં ભાઈએ બહેનને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા, બહેન સારવાર હેઠળ

તણાવમાં રહેતા ભાઈએ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક કારણ દર્શાવાયું છે. માતાની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોર ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જ્યારે બહેન સારવાર હેઠળ છે.

Vadodara: આર્થિક સંકડામણમાં ભાઈએ બહેનને છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા, બહેન સારવાર હેઠળ
brother stabbed his sister
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 21, 2022 | 9:28 PM

વડોદરા (Vadodara) માં બહેન (Sister) ને છરીના સંખ્યાબંધ ઘા મારતો ભાઈ (Brother) નો વીડિયો સામે આવ્યો છે. વડોદરાના ખટંબામાં રહેતા પરિવારમાં આ બનાવ બન્યો છે. 18 જૂને સાંજે બનેલા બનાવનો વીડિયો સામે આવ્યો છે. 24 વર્ષીય હુમલાખોર ભાઈ ફોરેન્સિકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે જ્યારે 21 વર્ષીય બહેન બીફાર્મનો અભ્યાસ કરે છે. આર્થિક સંકડામણને કારણે તણાવમાં રહેતા ભાઈએ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક કારણ દર્શાવાયું છે. માતાની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોર ભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જ્યારે બહેન સારવાર હેઠળ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખટંબા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા એલેક્સ અબ્રાહમ મલઇક થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બેન નામનો 24 વર્ષિય દીકરો છે જે ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને બેટ્ટી નામની 21 વર્ષિય દીકરી છે, જે બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વરણામા પોલીસ મથકમાં માતાએ હુમલાખોર દીકરા સામે ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

માતાની ફરિયાદ અનુસાર, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન આર્થિક સંકળામણને કારણે ગુસ્સામાં આવીને માતા સામે જોરથી બોલવા લાગ્યો હતો. દીકરો નાણાકીય અછતના કારણે તણાવમાં રહેતો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તે ન માનતાં દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં દીકરી ઘરે આવી હતી અને ઘરની બહાર બેઠેલા તેના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવવાની કોશિશ કરી હતી.

જોકે ભાઈ પર ખૂન સવાર હોય તેમ બહેન ઉપર ગુસ્સો કરી તેના વાળ પકડી જમીન પર પાડી દીધી હતી અને પોતાની પાસે રાખેલા છરા વડે તેના પેટ અને પગમાં ઉપરાઉપરી ઘા મારી દેતાં બહેન ચીસો પાડવા લાગી હતી. દરમિયાન માતા દીકરીને છોડાવવા જતાં દીકરાએ તેને પણ મારવાની કોશિશ કરી હતી. આડોશ પાડોશમાં રહેતાં લોકોએ ચિસો પાડી યુવકને રોકવાની કોશિશ કરતાં તેણે લોકો સામે બિભત્સ ઇશારા કર્યા હતા અને જમીન પર પડેલી બહેનને છરીનો વધુ એક ઘા મારી દીધો હતો. ઘરની બહાર પડેલું ડસ્ટબીન મારીને ઘરની બારીનો કાચ પણ તોડી નાખ્યો હતો. જોકે પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યાં હતાં. માતાની ફરિયાદના આધારે વરણામા પોલીસે હુમલાખોર દીકરા બેન એલેક્સ મલઇક સામે આઈપીસી 323 અને 326 મુજબ ગુનો દાખલ કર્યો છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">