vadodara : અંકોડિયા ગામ બન્યુ કોરોના મુક્ત, જાણો કેવી રીતે ?

vadodara : શહેરથી માત્ર પાંચેક કી.મી દૂર આવેલા વડોદરા તાલુકાના અંકોડીયા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી શહેરની નજીક હોવા છતાં ગામમાં કોરોનાનો પગપેસારો અટકાવવામાં સફળતા મેળવી છે.

vadodara : અંકોડિયા ગામ બન્યુ કોરોના મુક્ત, જાણો કેવી રીતે ?
કોરોનામુક્ત બન્યું અંકોડિયા ગામ, વડોદરા
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 07, 2021 | 3:56 PM

vadodara : શહેરથી માત્ર પાંચેક કી.મી દૂર આવેલા વડોદરા તાલુકાના અંકોડીયા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી શહેરની નજીક હોવા છતાં ગામમાં કોરોનાનો પગપેસારો અટકાવવામાં સફળતા મેળવી છે.

અંદાજે ૪૬૦૦ ની વસતિ ધરાવતા ગામના સરપંચ શ્રી ઉલ્પેશભાઇ પટેલે કહે છે કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગ્રામજનોની સ્વયમ શિસ્ત અને ચુસ્ત અનુશાસન પાલનને કારણે ગામમાં કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે.હાલ ગામમાં પાંચેક જેટલા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ છે જેઓ ઘર સારવાર હેઠળ સારવાર મેળવી રહ્યા છે.

તેઓએ જણાવ્યું કે મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં ૧૦ પથારીનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો જણાય અને જેઓને ઘરે આઇસોલેશનની સુવિધાના હોય એવા દર્દીઓને આ સેન્ટરમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય. આ સેન્ટરમાં દર્દીઓને લોક સહયોગથી ચા, નાસ્તો તેમજ સવાર સાંજ જમવાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.નજીકના કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે આવા દર્દીઓની સારવાર કરવામાં આવશે.ગામમાં આવેલા સબ સેન્ટર મારફત પણ દર્દીઓની ઉચિત કાળજી લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉલ્પેશભાઈ કહે છે ગ્રામજનોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ વારંવાર હાથ ધોવા અંગેની સમજ આપવામાં આવે છે.આ ઉપરાંત ગામમાં ૨૮ જેટલા સી.સી.ટી.વી કેમેરા દ્વારા નિગરાની રાખવામાં આવી રહી છે.જો માસ્ક પહેર્યા વગર કોઈ જણાય તો પહેલા માસ્ક પહેરવાની વિનંતી કરવામાં આવે છે.તેમ છતાં કોઈ નિયમ ભંગ કરે તો રૂપિયા બસોનો પંચાયત દ્વારા દંડ કરવામાં આવે છે.

કોરોનાથી બચવા ગ્રામજનોમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા સાથે ગામમાં માસ્ક, સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું છે.એટલુ જ નહિ ગામમાં યુવાનોની કોરોના વોરિયર ટીમ પણ બનાવવામાં આવી છે.કોરોના સંક્રમણને અટકાવવામાં ગ્રામજનોનો પણ સહયોગ મળી રહ્યો છે જેને પરિણામે કોરોનાની બીજી લહેરમાં ગામમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાયું છે.

ગામના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કોયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂ.સાત લાખની એમ્બ્યુલન્સની દર્દીઓની વધુ સેવા સારવાર માટે ભેટ આપવામાં આવી છે. ગ્રામ્ય જનશક્તિના સહયોગથી કોરોના ફેલાતો અટકાવી શકાય છે તેનું પ્રેરક ઉદાહરણ અંકોડિયા ગામે પુરૂ પાડ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">