Vadodara : ફ્લિપકાર્ટનો કરોડો રૂપિયાનો માલસામાન સગેવગે કરનાર બે આરોપીની ધરપકડ

આ ટેમ્પાનો સમગ્ર માલ અમદાવાદના પંકજ ખટીક નામના વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરા ગ્રામ્ય એલસીબીએ કુશલ શાહ અને પંકજ ખટિકને ઝડપી પાડી 1 કરોડ 56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:56 PM

ફ્લિપકાર્ટનો કરોડો રૂપિયાનો માલસામાન સગેવગે કરનાર બે આરોપીને વડોદરા એલસીબીએ ઝડપી પાડ્યાં છે.ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી રૂ.1.71 કરોડનો માલ સમાન ભરેલો ટેમ્પો લઈને ડ્રાઈવર હરિયાણાના ફારૂક નગર અને બીનોલામાં ખાલી કરવા નીકળ્યાં હતા.

પરંતુ નિર્ધારિત સમય થવા છતાં આ કન્ટેનર ટેમ્પો હરિયાણાની જગ્યાએ સુરતના એક ગોડાઉનમાં પહોંચ્યો હતો. અને ડ્રાઈવર-ક્લીનર બંને લાપતા હતા. આ અંગે ફ્લિપકાર્ટ કંપનીના ધરમવિર પુનિયાએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

આ તપાસ દરમ્યાન પોલીસને વલણની ગુડલક હોટેલ પાસેથી એક બિનવારસી ટેમ્પો મળી આવ્યો હતો.જો કે, તે ખાલી હતો ત્યારે આ મામલે વધુ તપાસ કરતા ધ્યાને આવ્યું કે, આ ટેમ્પાનો સમગ્ર માલ અમદાવાદના પંકજ ખટીક નામના વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરા ગ્રામ્ય એલસીબીએ કુશલ શાહ અને પંકજ ખટિકને ઝડપી પાડી 1 કરોડ 56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

જયારે બાકીનો મુદ્દામાલ અને મુખ્ય સૂત્રધાર શિવલાલ શાહ, ડ્રાઈવર રમેશ પટેલ અને ક્લીનર સલમાનની શોધખોળ હાથ ધરી છે.તો ઉલ્લેખનીય છે કે કરોડોની ચોરીનો મુખ્ય સૂત્રધાર શિવલાલ શાહ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો ત્યારે આરોપી વિરૂધ્ધ વધુ એક ગુનો નોંધાતા પોલીસે સધન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  Made in india : અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ બનશે ભારતમાં

આ પણ વાંચો : ગુજરાત સરકારનો ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના નિર્ણયને કિસાન સંઘે આવકાર્યો

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">