મોડી રાત્રે વડોદરા-હાલોલ હાઈવે પર ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ આખરે કાબૂમાં, કંપનીને કરોડોનું નુકસાન

હાલ આગ કાબૂમાં છે, પરંતુ કૂલિંગની પ્રક્રિયા ચાલુ છે. કૂલિંગની કામગીરી આજ સાંજ સુધી ચાલશે. હાઈટેન્શન વીજલાઈનનો વાયર તૂટતાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.

મોડી રાત્રે વડોદરા-હાલોલ હાઈવે પર ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ આખરે કાબૂમાં, કંપનીને કરોડોનું નુકસાન
Massive fire in auto mobile company
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 24, 2022 | 8:04 AM

વડોદરા-હાલોલ હાઈવે (Vadodara Halol Highcway) પર રાત્રે ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ (Fire) મહદઅંશે કાબૂમાં લેવાઈ ગઈ છે. આ આગ ક્રિષ્ના શ્રેય અને વિશ્વમ નામની કંપનીઓના ગોડાઉનમાં લાગી હતી. જેમાં ઓઈલનો જથ્થો, ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સ હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આખી રાત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવા એક રોબોટની પણ મદદ લીધી હતી. હાલ આગ કાબૂમાં છે, પરંતુ કૂલિંગની પ્રક્રિયા ચાલુ છે. કૂલિંગની કામગીરી આજ સાંજ સુધી ચાલશે. હાઈટેન્શન વીજલાઈનનો વાયર તૂટતાં આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. જોકે પોલીસ (Vadodara Police) એ તપાસ કરી રહી છે કે આગ હકીકતમાં કયા કારણોસર લાગી હતી.

આગ કાબૂમાં લેવા રોબોટની મદદ પણ લેવામાં આવી

કંપનીના ગોડાઉનમાં ઓઈલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેની જ્વાળાઓ દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહી હતી. આગ ભીષણ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરી હાલોલ, વડોદરા ફાયરબ્રિગેડ સહિત અન્ય સ્થળ મળીને કુલ 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવા માટે ચારેતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો. જેના કારણે આગ પર મહદઅંગે કાબૂ મેળવી શકાયો છે. આગ કાબૂમાં લેવા એક રોબોટની મદદ પણ લેવામાં આવી હતી. ક્રિષ્નાશ્રેય ઓટો, વિશ્વમ ઓટો મોબાઇલ કંપનીના (Auto Mobile company) ગોડાઉનમાં 10 હજાર લિટરથી વધુ ઓઈલ હતું, બંને કંપનીના માલિક એક જ છે.

આ ઘટનામાં કોઈ જાનહાની નહીં

તમને જણાવી દઈએ કે વડોદરાથી 8 કિલોમીટર દૂર હાલોલ હાઈવે પર ભણીયારા ગામ પાસે કિશ્નાશ્રેય ઓટોમોબાઇલ નામની કંપની આવેલી છે. આ કંપની ટુ-વ્હિલરના સ્પેરપાર્ટ્સ અને વાહનોનો જુદા-જુદા ઓઇલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. આ કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ (Massive Fire) ભભૂકી ઉઠી હતી. આગ લાગી ત્યારે કંપનીમાં કોઈ કામદાર નહોતા. ફક્ત સિક્યોરિટી ગાર્ડ હતા. જેથી આ ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા થયાના કોઇ અહેવાલ નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati