Love Jihad Case: વડોદરામાં સતત બીજો લવ જેહાદનો કેસ નોંધાયો, યુવતિની ફરિયાદનાં આધારે 3ની ધરપકડ

Love Jihad Case: મોહિબ ઈમ્તિયાઝ ખાન પઠાણ નામના યુવક પર આરોપ છે કે લગ્ન પૂર્વે યુવતીને તેના ધર્મ અને રીતિ રિવાજ મુજબ રાખવાની વાત કરી હતી પરંતુ લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવા દબાણ શરૂ કરી દીધુ હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 3:53 PM

Love Jihad Case: વડોદરા(Vadodara)માં વધુ એક લવજેહાદ(Love Jihad)નાં કેસની વિગતો સામે આવી છે. ફતેજગંજ પોલીસ(Police) મથકે આ ગુનો દાખલ થયો છે કે જેમાં છાણીના યુવક તથા તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદને આધારે યુવતીના પતિ અને 2 સભ્યોની ધરપકડ(Arrest) કરી લેવામાં આવી છે.

મોહિબ ઈમ્તિયાઝ ખાન પઠાણ નામના યુવક પર આરોપ છે કે લગ્ન પૂર્વે યુવતીને તેના ધર્મ અને રીતિ રિવાજ મુજબ રાખવાની વાત કરી હતી પરંતુ લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરવા દબાણ શરૂ કરી દીધુ હતું અને 11 સપ્ટેમ્બરે કાઝીને બોલાવી મુસ્લિમ ધર્મ મુજબ નિકાહ પણ કરી લીધા હતા.

નિકાહ બાદ યુવતિ પર ધર્મ બદલવા માટેનું દબાણ વધી જતા તેણે પોલીસનો સપંર્ક સાધ્યો હતો અને તપાસમાં મામલો લવ જેહાદનો લાગતા પોલીસે પરિવારનાં 2 સદસ્ય સહિત તેના પતિની પણ ધરપકડ કરી લીધી હતી. વડોદરામાં ટૂંકા સમયમાં આ સતત બીજો કેસ છે કે જેમાં પોલીસે લવ જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કરીને પગલા લીધા હોય.

આપને જણાવી દઈએ કે વડોદરા બાદ રાજ્યનો લવ જેહાદનો બીજો કેસ વાપી ખાતે નોંધાયો હતો કે જેમાં વિધર્મી યુવક જૈન યુવતીને ફસાવીને તેનું અપહરણ કરીને ભાગી ગયો હતો. પોલીસ તપાસમાં આરોપી મધ્યપ્રદેશના ઇન્દોરમાં હોવાનો ખુલાસો થયો હતો જેના આધારે પોલીસની ટીમોએ ઇન્દોર ખાતે દરોડા પાડીને યુવતીને વિધર્મી યુવકની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

આ કેસમાં વિધર્મી યુવકની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે યુવક પરણીત હોવા છતાં યુવતીનું બળજબરીથી અપહરણ કર્યું હતું સાથે જ અજમેર ખાતે લગ્ન માટે પણ લઇ ગયો હતો અને અનેક વાર યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ આચર્યું હતું.

જ્યાર બાદ ફરીએકવાર વડોદરા ખાતે લવ જેહાદનો ત્રીજો કેસ નોંધાયો છે અને તેમાં પણ પોલીસે તાજેતરમાં લાગુ કરાયેલા એક્ટ હેઠળ જ ગુનો દાખલ કર્યો છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">