International Women’s Day: વડોદરા જિલ્લાના રમતવીરોના ઘડતર પાછળ આ 8 મહિલાઓ છે કાર્યરત, જાણો શું છે તેમની જવાબદારી

International Women's Day: વડોદરા જિલ્લાના રમતવીરોના ઘડતર પાછળ આ 8 મહિલાઓ છે કાર્યરત, જાણો શું છે તેમની જવાબદારી
વડોદરા જિલ્લાના સમતવીરોના ઘડતર પાછળ આ મહિલાઓ છે કાર્યરત

રમતની તાલીમએ અત્યાર સુધી બહુધા પુરુષોના આધિપત્યનું ક્ષેત્ર રહ્યું છે. ત્યારે આ જમીની હકીકત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પણ હવે પ્રવાહ પલટાઈ રહ્યો છે. આ 8 મહિલા કોચ ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ,કેરળ જેવા રાજ્યોમાં એમના મૂળ ધરાવે છે. જ્યારે માત્ર બે કોચ ગરવી ગુજરાતણ છે.

yunus.gazi

| Edited By: kirit bantwa

Mar 07, 2022 | 5:42 PM

સ્પોર્ટ્સ ઓથોરિટી (Sports Authority) ઓફ ગુજરાત સંચાલિત વડોદરા (Vadodara) ના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર (Training Center) માં વિવિધ રમતોના 20 જેટલા કાયમી કે કરાર આધારિત કવોલીફાઇડ કોચ (Coach) રાજ્ય અને દેશ માટે શ્રેષ્ઠ રમતવીરો (sports parson) નું ઘડતર કરવા પરિશ્રમ કરી રહ્યાં છે. આ પૈકી 8 કોચ મહિલા છે. પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાર જેટલી દીકરીઓ કરાર આધારિત ફિઝિયો અને ન્યુટ્રી કોચ તરીકે ખેલાડીઓને ચુસ્ત અને ઉર્જાવાન રાખવાની મહત્વની જવાબદારી સંભાળી રહી છે. મંગળવારે વિશ્વ મહિલા દિવસ (International Women’s Day) ની ઉજવણી થવાની છે ત્યારે નારી શક્તિ સાથે સંકળાયેલી આ ઘટના ગૌરવ લેવા જેવી છે.

રમતની તાલીમએ અત્યાર સુધી બહુધા પુરુષોના આધિપત્યનું ક્ષેત્ર રહ્યું છે. ત્યારે આ જમીની હકીકત દર્શાવે છે કે આ ક્ષેત્રમાં પણ હવે પ્રવાહ પલટાઈ રહ્યો છે. આ 8 મહિલા કોચ ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ,કેરળ જેવા રાજ્યોમાં એમના મૂળ ધરાવે છે. જ્યારે માત્ર બે કોચ ગરવી ગુજરાતણ છે.એટલે આ ક્ષેત્રમાં ગુજરાતની દીકરીઓ ને પ્રોત્સાહિત કરવાની જરૂર વર્તાય છે.

હું ભારત વતી રમી ના શકી પણ ભારતનું નામ ઉજ્જવળ કરે એવા ખેલાડી ઘડવા છે

ઉત્તર પ્રદેશના સહારનપુર ના વિશ્વા ધિમાન રમત સ્નાતક, અનુસ્નાતક અને ભારતીય રમત પ્રશિક્ષણ સંસ્થા (એન.આઇ.એસ.) નો રમત પ્રશિક્ષણ ડિપ્લોમા જેવી લાયકાતો ધરાવે છે. બચપણથી બાસ્કેટબોલનું આકર્ષણ હતું. જો કે હું આ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન સાકાર ન કરી શકી એટલે હવે ગુજરાત – ભારતનું નામ રોશન કરે એવા બાસ્કેટબોલ પ્લેયર મારે ઘડવા છે એવી વિશ્વાની લાગણી છે. તેમની પાસેથી કોચિંગ મેળવી ૧ છોકરો અને ૪ છોકરીઓ ઇન્ડિયા કેમ્પ માટે પસંદ થયાં અને એક ખેલાડી ઇન્ટરનેશનલ સુધી પહોંચ્યો એનું એમને ગૌરવ છે.

જમીનદાર પિતાની દીકરી બની છે એથલેટિક કોચ

એથલેટિક કોચ સલોની રત્નેશ પ્રસાદના પિતા જમીનદાર એટલે કે મોટા ખેડૂત હતા. એમની શાળાના શિક્ષકને સલોનીમાં ખેલાડી બનવાની ક્ષમતા જણાઈ અને ૧૦ હજાર મીટરની દોડમાં ભાગ લેવડાવ્યો.એમાં વિજેતા બનતા તેઓ એથલેટિકની દિશામાં વળ્યા. તેઓ કહે છે કે મને એસ.એ.જી.ની પી.ટી.ઉષા એકેડમીમાં આદર્શ એથલીટ પી.ટી. ઉષાની સાથે કોચિંગ આપવાની તક મળી અને મેં રાજ્યના દીકરા દીકરીઓને ઉમદા કોચિંગ દ્વારા જિલ્લા રમત સ્કૂલ અને એકેડેમી માં પ્રવેશને પાત્ર બનાવવાનો સંકલ્પ કર્યો. છેલ્લા બે વર્ષથી ગિરનાર આરોહણ સ્પર્ધા જીતતો લલિત નિષાદ એમનો તાલીમાર્થી છે. તેમણે તૈયાર કરેલા ચાર થી પાંચ રમતવીરો નેશનલ રમે છે.એક તાલીમાર્થી દીકરીને રમત ક્વોટામાં પોસ્ટ વિભાગમાં તો અન્ય એક દીકરાને રમત નિપુણતા ને લીધે સેનામાં નોકરી મળી છે.

માતાનો ટેબલ ટેનિસનો વારસો પ્રિયંકા રાજ્યગુરૂએ આગળ ધપાવ્યો

ટેબલ ટેનિસના કોચ પ્રિયંકા રાજ્યગુરૂના માતા રાજ્ય સ્તરના ટી.ટી.ખેલાડી હતા. તેઓ ભાવનગર ના વતની છે અને આ શહેર ટી.ટી.ખેલાડીઓની ખાણ જેવું છે. પ્રિયંકાને બચપણ થી જ ભાવનગર ના કૃષ્ણ નગર સંસ્કાર મંડળ સંચાલિત સ્પોર્ટ્સ એકેડમીમાં આ રમતનું ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ મળ્યું એમણે રમતવીર માતાનો વારસો આગળ ધપાવ્યો.

ચાર દીકરીઓ યોગ, ફિઝિઓ અને ન્યુટ્રી કોચ તરીકે સેવાઓ આપી રહી છે

પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાર દીકરીઓ યોગ, ફિઝિઓ અને ન્યુટ્રી કોચ તરીકે સેવાઓ આપી રહી છે. આ પૈકી જીલ ઠાકોર યોગ પ્રશિક્ષક છે તો યેશા પાઠક ન્યુટ્રી કોચ એટલે કે પોષણ માર્ગદર્શક છે તો વિધિ ત્રિવેદી અને શિલ્પીન ખૈરે ફિઝીઓથેરાપિસ્ટ છે. ખેલાડીને માત્ર રમતાં આવડે એટલું પૂરતું નથી.એને રમતો અને જીતતો રાખવા ચુસ્ત,ઉર્જાવાન અને સ્થિર મનનો રાખવો જરૂરી છે અને આ ચારેય દીકરીઓ રમતવીરો/ વીરાંગનાઓ ને ચુસ્ત,સ્ફૂર્તિલા,ઉર્જાવાન અને દ્રઢ મનોબળ વાળા રાખવાનું ખૂબ અગત્યનું કામ કરે છે.તેમના લીધે વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ નું પણ કેન્દ્ર બન્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી

આ પણ વાંચોઃ Surat: પુણા વિસ્તારમાં એમ્બ્રોઈડરી ખાતામાં ચપ્પુની અણીએ લૂંટ કરનારા પોલીસ સકંજામાં

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati