સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણના આપઘાત મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી, સીસીટીવી કબજે લીધાં, પ્રેમસ્વરૂપ સ્વામીની થઈ શકે છે પુછપરછ

આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોની પૂછપરછ કરી હતી. મોત કેટલા વાગે થયું જેવા અન્ય કારણો જાણવા માટે વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.

સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણના આપઘાત મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી, સીસીટીવી કબજે લીધાં, પ્રેમસ્વરૂપ સ્વામીની થઈ શકે છે પુછપરછ
Sokhada Haridham, Gunatit Swamis untimely death case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 11:33 AM

વડોદરા (Vadodara) ના સોખડા હરિધામ (Sokhada Haridham) માં સ્વામી ગુણાતીત ચરણે આપઘાત (suicide) કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વડોદરા તાલુકા પોલીસને આદેશ આપ્યા છે. જે બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ વેગવંતી બનાવી છે. પોલીસે (Police) સંત નિવાસના CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. છેલ્લા બે દિવસના CCTVની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પોલીસ પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને હરિધામના સંચાલકોની પૂછપરછ કરી શકે છે. ગુણાતીત ચરણ સ્વામીના રૂમની આસપાસ દેખાયેલા સંતો અને હરિભક્તોની પોલીસ પૂછપરછ કરશે.

મહત્વનું છે કે ગુણાતીત સ્વામીએ શરીરે પહેરવાના ગાતરીયાથી લટકીને સ્વામીએ આપઘાત કર્યો હતો. બુધવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં ગુણાતીત ચરણ સ્વામીએ આપઘાત કર્યો હતો. ઘટનાને 12 કલાક વીતી ગયા બાદ પ્રબોધજૂથના હરિભક્તોએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી. PSI લાંબરીયાએ કહ્યું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો. તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશીતેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકાનો સહારો લીધો હતો. સ્વામીને આપઘાત બાદ સૌપ્રથમ પ્રભુપ્રિય સ્વામીએ જોયા હતા. આ કેસમાં પોલીસે બે સ્વામી સહિત પાંચ લોકોની પૂછપરછ કરી હતી. મોત કેટલા વાગે થયું જેવા અન્ય કારણો જાણવા માટે વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે.

ઘટનાની જાણ થયા બાદ પોલીસે પૂછપરછ કરતા સોખડા મંદિરના સંતોએ ગુણાતિત ચરણદાસ સાધુનું કુદરતી મોત નિપજ્યું હોવાની વાત જણાવી હતી. પરંતુ પેનલ પીએમ બાદ ગળેફાંસો ખાધો હોવાની વાત બહાર આવતા સંતો ફરી ગયા હતાં. અને પરિવારજનોની વીનંતી બાદ સાધુના આપઘાતના સમાચાર બહાર વહેતા ન થાય તે માટે પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું સોખડાના સંતોએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ગળેફાંસો ખાધા હોવાના નિશાન જોયા બાદ પણ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોતી રહી હતી. રિપોર્ટમાં આપઘાત હોવાનું ખુલતા પોલીસની બે ટીમો હરિધામ મંદિર પહોચીને પંચનામું તેમજ સંતોના નિવેદનો નોંધ્યા હતા.​​​​​​​ તાલુકા પોલીસ મથકના PSI વી.જી.લાંબરીયાએ કહ્યું હતું કે, મંદિરમાં 21 નંબરના રૂમમાં ગુણાતિત ચરણદાસ સાધુ પોતાના રૂમમેટ પ્રભુપ્રિય સ્વામી સાથે રહે છે. મંદિરના સીસીટીવી ફુટેજમાં જોતા બુધવારે સાંજે 7 વાગે ગુણાતિત સ્વામી પોતાના રૂમમાં જતા દેખાય છે.. જ્યારે સાંજે 7:20 વાગ્યે પ્રભુપ્રિય સ્વામી તેમના રૂમમાં જતા દેખાય છે.

આ પણ વાંચોઃ Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે

આ પણ વાંચોઃ પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">