વડોદરાના છાણી ગામની આ 140 વર્ષ જૂની હેરીટેજ શાળામાં જશો તો કોઈ નાનકડા રાજ મહેલનો થશે અનુભવ

વડોદરાના છાણી ગામની આ 140 વર્ષ જૂની હેરીટેજ શાળામાં જશો તો કોઈ નાનકડા રાજ મહેલનો થશે અનુભવ
140 year old heritage school

પીઓપી વાળી છત, ગેલ્વેનાઇઝડ પતરાની ટેન્ટ શેપની ફેન્સી ભાત, મહેલ જેવું આઉટલુક ભણતરની સાથે આપનું ભાતીગળ ઉજાગર કરે છે. ગુજરાતની આ પ્રથમ શાળા છે.

yunus.gazi

| Edited By: kirit bantwa

Jun 23, 2022 | 3:14 PM

પ્રવેશોત્સવ, શબ્દ શાળા સાથે સંકળાયેલો છે પરંતુ 23મી જૂને જયારે તેનું અમલીકરણ થયું ત્યારે નાના ભૂલકાઓનો પ્રવેશ એટલે યજ્ઞની આહુતિ સમી ગરીમા અને શાળા (School) એટલે એક મંદિર (Temple) ની લાગણી થઈ. વડોદરા (Vadodara) ના છાણી ગામની 140 વર્ષ જૂની મહાવીર સ્વામી પ્રાથમિક શાળાના પટણાન્ગણમાં આજે હર્ષોલ્લાસ હતો અને અહીંની શેરીઓમાં સવારથી જ ભૂલકાઓથી લઈને વડીલો સુધી ચહલ પહલ હતી. કેબિનેટ કક્ષાના મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે પ્રવેશોત્સવના સાક્ષી બન્યા.

કુતુહલ, વિસ્મય, અસમંજસ, અજ્ઞાન, ગભરાહટનું સંમિશ્રણ એવા ભૂલકાઓના ચહેરા પર આજે હર્ષ, જીજ્ઞાસા અને એજ્યુકેશનલ ટોયસ મળ્યાનો અનેરો આનંદ હતો. આ એ પેઢીઓના બાળકો છે જેના માતા પિતા પણ બાળકોના પહેલા ધોરણના પ્રવેશ માટેના ઉત્સવના કડીરૂપ ભાગીદાર છે જે સામાન્ય ચાલ, વસાહત અને મહોલ્લામાં રહીને પોતાના બાળકોના ભણતર માટે ગૌરવભેર- સ્વમાનભેર રીતે કેડી કંડારવામાં સાક્ષી બને છે.

રંગ બે રંગી વોટર બેગ, સ્કૂલબેગ, ચિત્રો વાળી જી.સી.આર.ટી, સમગ્ર શિક્ષા અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સયુંકત પ્રયાસથી નિર્માણ પામેલી આ વર્ષે જ આવેલી પ્રથમ આવૃત્તિ વાળી નવી નક્કોર પુસ્તક, પેન્સિલ, લંચ બોક્ષ્ આ બધું ગીફ્ટ પેક મળે એટલે કેવી મજા પડે. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા સરકારી સ્કુલમાં એડમિશન લઈને શાળાએ જવું એટલે એક દુસ્વપ્ન જેટલું ભયાવહ લાગતું.

પણ હવે સમય બદલાઈ ગયો છે. પુસ્તકો રીસર્ચ બેઝ થયા છે, શિક્ષકો તાલીમ પામેલા અને ક્વોલિફાઈડ. અને સ્માર્ટબોર્ડ, ડીજીટલ વ્યવસ્થાપન, થીમ આધારિત કલાત્મક ચિત્રો, ગ્રેફીટી અને કાર્ટુન વાળી દીવાલો. પગથિયા, ફર્નીચર આ બધું બાલા (બિલ્ડીંગ એઝ લર્નિંગ એઈડ) પ્રોજેક્ટ જે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની બાળકોના અનૌપચારિક શિક્ષણ માટેની એક દેન છે. જેમાં શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શાળાની વસ્તુઓ, પગથિયાં, મકાન, ફર્નીચર દરેક વસ્તુઓને શીખવાની વસ્તુઓ સાથે જોડીને બાળકોના વિચારોને કલ્પનાશક્તિ સાથે તર્ક વિકસાવે છે.

વડોદરાના છાણી ગામની આ શાળા 140 વર્ષ જૂની મ.સા ગાયકવાડ સ્ટેટ સમયથી અવિરત ચાલનારી હેરીટેજ સ્કુલ છે. બિલ્ડીંગ જર્જરિત થતા એલ.એન્ડ.ટીના સીએસઆર ટીમે 20 લાખ ખર્ચીને રીનોવેટ કરી આપી. પીઓપી વાળી છત, ગેલ્વેનાઇઝડ પતરાની ટેન્ટ શેપની ફેન્સી ભાત, મહેલ જેવું આઉટલુક ભણતરની સાથે આપનું ભાતીગળ ઉજાગર કરે છે. ગુજરાતની આ પ્રથમ શાળા છે. જેમાં ક્લબ સ્ટાઈલ 100 ટકા એલઈડી બલ્બથી શોભાયમાન હોય. તમામ રૂમમાં ફાયર સેફ્ટી પ્રોવિજન અને દરેક ઓરડામાં એન્ટ્રી અને એક્ઝીટના બે દરવાજા, પુરતો હવા ઉજાસ, દરેક ક્લાસમાં કમ્પ્યુટર ડેસ્ક, નવી નક્કોર પાટલીઓ, વેલ પ્લાન્ડ બિલ્ડીંગ આ બધું પ્રાઈવેટ શાળાઓને શરમાવે છે.

નીતિનભાઈ વાઘેલા અહીના સૌથી સિનીઅર શિક્ષક છે જે ભાષા ઉપરાંત પી.ટી અને ચિત્ર વિષય તરીકે ભણાવે છે તેમની આ શાળામાં ૩૭ વર્ષની નોકરી થઈ અને ચાર મહિના માં રીટાયર્ડ થવાના છે. તેઓની આ પ્રથમ અને અંતિમ શાળા છે.

આ શાળા 140 વર્ષના ઇતિહાસ સાથે પાણી બચાવો, વૃક્ષ મિત્ર અને આત્મ નિર્ભર ભારતની આધુનિક ભારત દેશની જરૂરિયાતોને પ્રાણ પૂરે છે. બાળકો ગાર્ડનિંગ કરે છે, મલ્ટી મીડિયાના માધ્યમથી અંગ્રેજી શીખે છે અને આઠમા ધોરણના બાળકો મંત્રીશ્રી અને અધિકારી ગણના કાફલાની વ્યવસ્થાનો એક ભાગ બની આત્મનિર્ભર અને નેતૃત્વના પાઠ શીખે છે. ખરેખર પ્રવેશોત્સવ એ રાજ્ય સરકારનો ફ્લેગશીપ પ્રોગામ સાબિત થાય છે અને આવનારી પેઢીને અભ્યાસથી સંચિત કરીને સક્ષમ અને સાક્ષર ભારતનું સપનું સાકાર આ સરકાર કરી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati