Vadodara : સૌથી મોંઘા ગરબામાં સુવિધા શૂન્ય ! વિશ્વ વિખ્યાત ‘યુનાઇટેડ વે’ ના ગરબામાં સતત બીજા દિવસે ખૈલેયાઓનો હોબાળો

પહેલા નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.તો આ મામલે ગઈકાલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી.

Vadodara  : સૌથી મોંઘા ગરબામાં સુવિધા શૂન્ય ! વિશ્વ વિખ્યાત 'યુનાઇટેડ વે' ના ગરબામાં સતત બીજા દિવસે ખૈલેયાઓનો હોબાળો
United Way of Baroda garba mahotsav Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 9:04 AM

વડોદરાના (Vadodara) વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો છે. યુનાઇટેડ વેના (United way of baroda) ગરબામાં સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો.જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ

તો બીજી બાજુ મુખ્ય કલાકાર અતુલ પુરોહિતે પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમણે ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી. બીજીબાજુ ગરબાના (Garba) આયોજનમાં વ્યવસ્થાનો અભાવ હોવાના મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે..તમને જણાવી દઈએ કે, ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો.તો ફૂડ કોર્ટ (Food court) તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

અસુવિધાને પગલે ખૈલેયાઓ રોષે ભરાયા

પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.તો આ મામલે ગઈકાલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી.વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે.અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ (Protest)  નોંધાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">