વડોદરામાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે, શહેરમાં રસીકરણ પણ ધીમું પડયું

વડોદરામાં રસીકરણની વાત કરવામાં આવે તો રસીકરણ અભિયાન અહીં ધીમું પડ્યું છે. સોમવારે અહીં માત્ર 1650 લોકોએ જ રસી મુકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 1168 જ હતી. રાહતની વાત એ છે કે, શહેરના 85 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:58 PM

કોરોનાનો કેર ફરી માથું ઉંચકી રહ્યો છે. જેમાં વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કોરોનાના નવા 6 નવા કેસ સામે આવ્યા છે. વડોદરામાં હાલ કુલ 2 દર્દીઓ ઓક્સિજન પર છે તો બીજી તરફ 2 દર્દીઓ એવા છે કે, જે વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. વડોદરા શહેરના કપુરાઇ, ગોત્રી, અકોટા, સુભાનપુરા અને ગોરવા વિસ્તારમાં નવા કેસો નોંધાયા છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 72,265 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9,690 પશ્ચિમ ઝોનમાં 12,068 ઉત્તર ઝોનમાં 11,840, દક્ષિણ ઝોનમાં 11,850 વડોદરા ગ્રામ્યમાં 26,781 નોંધાયા છે.

કોરોનાના અત્યારસુધી કેટલા કેસ નોંધાયા

કોરોનાના કુલ કેસની વાત કરીએ તો વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 72,271 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,596 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં કુલ 52 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વડોદરામાં હાલમાં 89 લોકોઓ કોરોનાના પગલે ક્વોરન્ટીન છે. તો બીજી તરફ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10 દર્દીઓ એવા છે કે, જે મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એકપણ કેસ સામે આવ્યો નથી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

કોરોના વેક્સિનેશન ધીમુ પડયું

વડોદરામાં રસીકરણની વાત કરવામાં આવે તો રસીકરણ અભિયાન અહીં ધીમું પડ્યું છે. સોમવારે અહીં માત્ર 1650 લોકોએ જ રસી મુકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 1168 જ હતી. રાહતની વાત એ છે કે, શહેરના 85 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. આગામી દિવસોમાં રસીકરણ ઝડપી બને તેવી સંભાવના છે.

નોંધનીય છેકે દિવાળી અને નવરાત્રિના તહેવાર બાદ કોરોના ધીમેધીમે પગપેસારો કરી રહ્યો છે. તેમાંપણ લોકો પ્રવાસ કરવા ગુજરાત બહાર નીકળી પડયા હતા. જેને કારણે ધીમેધીમે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે હજુ પણ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ, લોકો કોરોનાને લઇને ધીમેધીમે બેદરકાર બની ગયા છે. જેથી દરેક લોકોને સલાહ છેકે કોરોના હજુ આપણી વચ્ચે જ છે. ગયો નથી. જેથી સાવચેત રહો,

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">