Vadodara: શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, તંત્ર ચિંતામાં

વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 11,535 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 11,291 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 244 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Vadodara: શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, તંત્ર ચિંતામાં
corona test (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 8:33 AM

રાજ્યમાં કોરોના કેસો (Corona cases) રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ કોરોનાના કેસ વડોદરા (Vadodara)માં નોંધાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં કોરોનાના નવા 3,094 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 89,440 ઉપર પહોંચી ગઈ છે અને વધુ 1,084 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં કુલ 77,281 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 624 દર્દીના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 11,535 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 11,291 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે 244 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 46 દર્દીઓ આઇસીયુમાં અને 79 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં 12,376 દર્દીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં હરણી, બાજવા, કિશનવાડી, માંજલપુર, સમા, છાણી, ગાજરાવાડી, તાંદલજા, ગોત્રી, બાપોદ, અકોટા, સુદામાપુરી, ફતેપુરા, અટલાદરા, દિવાળીપુરા, વાઘોડિયા, એકતાનગર, જેતલપુર, આજવા રોડ, સવાદ અને વડસરમાં નવા કેસો નોંધાયા છે. સતત કેસો વધવાના કારણે વડોદરાનું તંત્ર ચિંતામાં આવી ગયુ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન હોટસ્પોટ બન્યા છે. પશ્ચિમ ઝોનમાં 832 અને દક્ષિણ ઝોનમાં 811 કેસ નોંધાયા છે. ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 433, પશ્ચિમ ઝોનમાં 832, ઉત્તર ઝોનમાં 647 અને દક્ષિણ ઝોનમાં 811 કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 371 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ, 13ના મોત

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24,485 કેસ નોંધાયા છે અને બીજી લહેરની પીક પણ તોડી નાંખી છે. 18 જાન્યુઆરીએ 17,119 કેસ. 19 જાન્યુઆરીએ 20,966 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં જ 62,550 નવા કેસ નોંધાયા છે.

રાજ્યના મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 9,837 કેસ નોંધાયા છે તો સુરતમાં પણ 2,981 નવા દર્દી મળ્યા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,333 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ પણ વાંચો- PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">