OPDના સમયમાં ફેરફારનો અમલ કોણે કર્યો ? સરકારી હોસ્પિટલ્સના રિયાલીટી ચેકમાં જોવા મળ્યુ કઇક આવુ, જુઓ VIDEO

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં (Government Hospitals) ઓપીડીનો સમય 8 કલાક કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતનો અમલ શરૂ થયો કે નહીં ? એ જાણવા ટીવી નાઈને રાજકોટ (Rajkot) અને વડોદરામાં (Vadodara) રીયાલિટી ચેક કર્યું હતુ.

OPDના સમયમાં ફેરફારનો અમલ કોણે કર્યો ? સરકારી હોસ્પિટલ્સના રિયાલીટી ચેકમાં જોવા મળ્યુ કઇક આવુ, જુઓ VIDEO
OPDના સમયમાં ફેરફારના અમલ અંગે રિયાલીટી ચેક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 4:07 PM

તાજેતરમાં જ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત સરકારની (Gujarat Govt) આરોગ્ય સંસ્થાઓમાં હવે દર્દીઓ માટે સવાર ઉપરાંત સાંજની પણ ઓપીડી કરવામાં આવશે. શનિવારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલોમાં (Government Hospitals) ઓપીડીનો સમય 6 ને બદલે 8 કલાક કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ એ જાહેરાતનો અમલ શરૂ થયો કે નહીં ? એ જાણવા ટીવી નાઈને રાજકોટ (Rajkot) અને વડોદરામાં (Vadodara) રીયાલિટી ચેક કર્યું તો શું જાણવા મળ્યું ? આવો તમને જણાવીએ.

OPDના સમય અંગે શું છે પરિપત્ર ?

  • OPD માટેના સમય અને દિવસોમાં ફેરફાર
  • હાલ સવારે 9થી 1 અને સાંજે 3થી 5ની OPD હતી
  • હવે 8 કલાકની OPD રહેશે
  • સાંજે 3થી 5ને બદલે 3થી 7 OPDનો સમય કરાયો
  • સરકારની તમામ PHC, CHC, મેડિકલ કોલેજ હોસ્પિટલ કાર્યરત
  • અલગ લાઈન અને ખાસ OPD શરૂ કરાશે
  • સ્ટાફની અછત હશે તો નવો સ્ટાફ લેવામાં આવશે
  • 60 વર્ષથી વધુને દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાશે

શું છે વડોદરાની સરકારી હોસ્પિટલ્સની સ્થિતિ ?

વડોદરા આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલમાં ઓપીડીના સમયમાં વધારો કર્યો છે. હવે સાંજની ઓપીડીનો સમય 4થી 6ને બદલે 4થી 8નો રહેશે. તેમજ રવિવારે રજાના દિવસે પણ સવારે 9થી 1 ઓપીડી રહેશે. આ પરિપત્ર આવતાં જ સિવિલ હોસ્પિટલે પણ હુકમ અમલી કરવા સૂચના આપી હતી પણ વડોદરામાં તો સરકારે કરેલી જાહેરાતની અસર શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી જ લાગી રહી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

હવે આટલા ફેરફાર માટે હોસ્પિટલો કેટલી તૈયાર છે એ એક મોટો સવાલ છે. કેમકે વડોદરાની SSG હોસ્પિટલમાં Tv9એ જ્યારે રિયાલિટી ચેક કર્યું તો સરકારી હોસ્પિટલના તબીબો આરોગ્ય વિભાગની જાહેરાતને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી. Tv9ના રિયાલિટી ચેકમાં OPDમાં મોટા ભાગના વિભાગોમાં તબીબો ગેરહાજર જોવા મળ્યા. તબીબોની ગેરહાજરી અંગે Tv9 દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ભાગતો નજરે ચડ્યો.

રાજકોટમાં સરકારની સૂચનાનો અમલ

આ તરફ રાજકોટ સિવિલમાં જરા અલગ સ્થિતિ જોવા મળી. અહીં સરકારની સૂચના પ્રમાણે OPDમાં તમામ વિભાગમાં તબીબોએ હાજર રહીને દર્દીઓની સારવાર કરી. હવેથી રાજકોટ સિવિલમાં દર રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી OPD ખુલ્લી રહેશે. જોકે સરકારની જાહેરાત અંગે મર્યાદિત જાણકારી હોવાથી રાજકોટ સિવિલમાં સામાન્ય કરતા ઓછી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા.

આમ અલગ અલગ શહેરોમાં અલગ અલગ સ્થિતિ છે. જોકે દર્દીઓનું કહેવું છે કે, હાલ જે ઓપીડીનો સમય છે તેમાં પણ ઘણા તબીબો ગુટલી મારી દેતા હોય છે અને જુનિયર ડોક્ટર પર પણ જવાબદારી નાખી દેતા હોય છે. તેથી તેના પર કામનું ભારણ વધે છે. તેવામાં વધુ 2 કલાક વધારાતા કેટલીક હોસ્પિટલોમાં તો ડોક્ટર્સ આ નવા પરિપત્રનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે દર્દીઓને આ નવા પરિપત્રથી કેટલો ફાયદો થશે એ આવનારા સમયમાં ખબર પડશે.

(વીથ ઇનપુટ- વડોદરાથી ધર્મેન્દ્ર કપાસી અને રાજકોટથી રોનક મજેઠીયા)

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">