કેન્દ્ર સરકારના FCIમાં ફરજ બજાવતાં વડોદરાના અધિકારી 4 મહિનાથી ગાયબ, પરિવારે કહ્યું કે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ કરીશું

વડોદરા શહેરના વતની અને કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી નવાયાર્ડમાંથી ગુમ થઈ ગયા છે. 4 મહિનાથી પોલીસ આ ઘટનાને લઈને કોઈ નક્કર પુરાવા હાસિલ કરી શકી નથી જેના લીધે પરિવારજનો રોષે ભરાયાં છે.  વડોદરામાં કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી પવન શર્મા 4 મહિનાથી ગુમ છે. પોલીસે યોગ્ય […]

કેન્દ્ર સરકારના FCIમાં ફરજ બજાવતાં વડોદરાના અધિકારી 4 મહિનાથી ગાયબ, પરિવારે કહ્યું કે 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમરણાંત ઉપવાસ કરીશું
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 11, 2019 | 12:48 PM

વડોદરા શહેરના વતની અને કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી નવાયાર્ડમાંથી ગુમ થઈ ગયા છે. 4 મહિનાથી પોલીસ આ ઘટનાને લઈને કોઈ નક્કર પુરાવા હાસિલ કરી શકી નથી જેના લીધે પરિવારજનો રોષે ભરાયાં છે. 

વડોદરામાં કેન્દ્ર સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા અધિકારી પવન શર્મા 4 મહિનાથી ગુમ છે. પોલીસે યોગ્ય કામગીરી ન કરતા પરિવારજનોએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. વડોદરા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સહાયક પ્રબંધક તરીકે ફરજ બજાવતા પવન શર્માની ઓક્ટોબર મહિનામાં પ્રમોશન સાથે છત્તીસગઢમાં બદલી થઈ હતી.

https://youtu.be/t23rLGPv82g

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

બદલીના થોડા દિવસ પછી પવનકુમાર નવાયાર્ડ વિસ્તારમાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. જે અંગે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ લાંબો સમય થયો હોવા છતાં પોલીસ પવનકુમારને શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યારે પવનના પરિવારજનોએ પોલીસ પર યોગ્ય કામગીરી ન કરવાનો આક્ષેપ કર્યો છે.

તો આ તરફ પરિવારનો એકમાત્ર આશરો ખોવાઈ જવાથી પરિવાર પર આફતના વાદળો તૂટી પડ્યા છે. પરિવારજનોએ પણ પવનને ઠેર ઠેર શોધ્યા પણ ક્યાંય પત્તો મળ્યો નથી. જેને લઈને પરિવારજનોએ પોલીસ પર રોષ વ્યક્ત કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે, જો પોલીસ દસ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો તેઓ પોલીસ સ્ટેશનની બહાર આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">