બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis ઇન્ફેકશને માથું ઉચક્યું, વડોદરામાં આઠ કેસ નોંધાયા  

ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસ( Black Fungus ) ના કેસ સતત વધી રહ્યા છે. જો કે આની વચ્ચે હવે એક નવા રોગે દરસ્ક દીધી છે. જેમાં હવે વડોદરા શહેરમાં આઠ દર્દીઓને એસ્પરગિલોસિસ(Aspergillosis )  ફંગસનું સંક્રમણ જોવા મળ્યું છે.

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis ઇન્ફેકશને માથું ઉચક્યું, વડોદરામાં આઠ કેસ નોંધાયા  
ગુજરાતમાં બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis ઇન્ફેકશને માથું ઉચક્યું
Follow Us:
| Updated on: May 28, 2021 | 3:22 PM

ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં બ્લેક ફંગસ( Black Fungus ) ના કેસ સતત વધી રહ્યા છે. જો કે આની વચ્ચે હવે એક નવા રોગે દરસ્ક દીધી છે. જેમાં હવે વડોદરા શહેરમાં આઠ દર્દીઓને એસ્પરગિલોસિસ(Aspergillosis )  ફંગસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ ચેપ કોરોનાથી સાજા થયેલા દર્દીઓ જોવા મળી રહ્યો છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એસ્પરગિલોસિસ (Aspergillosis ) ફંગસના આઠ દર્દીઓ છે. આ દર્દીઓ ગત અઠવાડિયે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા અને શહેરના કોરોનાના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રીએ એક ખાનગી માધ્યમને  જણાવ્યું હતું કે પલમોનરી એસ્પરગિલોસીસ(Aspergillosis ) સામાન્ય રીતે  ઓછી ઇમ્યુનીટી ધરાવતા દર્દીઓમાં જોવા મળે છે.

પરંતુ સાયનસ એસ્પરગિલોસીસ(Nasal Aspergillosis  )ભાગ્યે જ જોવા મળે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાજ્યમાં એસ્પરગિલોસીસ (Aspergillosis ) ના વધી રહેલા કેસ અંગે ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે એવા દર્દીઓ જોઇ રહ્યાં છે જે કોરોનાથી સાજા થયા છે પણ આ રોગની ચપેટમાં આવ્યા છે. જો કે એસ્પરગિલોસીસ ફંગસ એ મ્યુકોરમાઇકોસીસ( Black Fungus )  જેટલો ખતરનાક નથી. અત્યારે જોવા મળતું ફંગલ ઇન્ફેકશન મોટાભાગે રાઈનો- ઓર્બિટલી-સેરેબલ માર્ગમાં છે.

ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હાલ કોરોનાની સારવારના કરવામાં આવતો સ્ટીરોઇડનો વધુ પડતો ઉપયોગ અને ઑક્સીજન સપ્લાઈને હાઇડ્રેટ કરવા માટે બિન- સ્ટીરલાઇટ પાણીનો ઉપયોગ આ ફંગલ ઇન્ફેકશન માટે જવાબદાર હોઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 3 હજાર 111 દર્દીઓ છે. જેમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 450 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસે પણ કેર વર્તાવાનું શરૂ કર્યું છે. સિવિલમાં વ્હાઈટ ફંગસના 30 દર્દી દાખલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં 40 કેસ નોંધાયા છે.

કેન્દ્ર સરકારે ગુરૂવારે મ્યૂકોરના 3 હજાર 111 દર્દીઓ માટે વધુ 17 હજાર 330 ઈન્જેક્શન ફાળવ્યા છે. અગાઉ શનિવારે 5 હજાર 800 અને મંગળવારે 4 હજાર 640 મળીને અત્યાર સુધીના છ દિવસમાં ભારત સરકારે ગુજરાતને 27 હજાર 700 જેટલા લાયપોસોમલ એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શન ફાળવ્યા છે.

મ્યૂકરમાઈકોસિસને મહામારી જાહેર કર્યાના એક જ સપ્તાહમાં એમ્ફોટેરિસિન- બી ઈન્જેક્શનનું ઉત્પાદન વધી રહ્યું છે. ગુરૂવારે ભારત સરકારને માઈલાન ફાર્માના 80 હજાર વાયલનો જથ્થો પ્રાપ્ત થયો છે.

સરકારે મ્યૂકરમાઈકોસિસ બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">