વડોદરા (Vadodara) શહેરના છેવાડે આવેલ ધનિયાવી ગામનો સીમમાં અવાવરું જગ્યા પર 19 વર્ષીય યુવતી ની બેરહેમીપૂર્વક હત્યા (murder) કરેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી, મકરપુરા પોલીસ ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચ SOG, PCB અને LCB ની અલગ અલગ ટીમો દ્વારા હત્યારાઓ નું પગેરું મેળવવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઇ છે. પોલીસ (Police) માં ભરતી થવા માંગતી 19 વર્ષીય યુવતીની રહસ્યમય હત્યા થતાં ચકચાર મચી ગી છે. પંચમહાલ (Panchmahal) ના સામલીની તૃષા સોલંકી વડોદરા મામાના ઘરે રહી પરીક્ષાની તૈય્યારી કરતી હતી. તૃષાને અવાવરું જગ્યા પર લાવી કોના દ્વારા હત્યા કરવામાં આવી તેની તપાસ માટે વડોદરા પોલીસની 8 ટીમો કામે લાગી છે.
આ છે તૃષા સોલંકી..પંચમહાલ જિલ્લાના સામલીની વતની 19 વર્ષીય તૃષા સોલંકી વડોદરાના મકારપુરમાં રહેતા તેના મામા વિરેન્દ્ર સિંહને ત્યાં રહી ને છેલ્લા બે માસથી અભ્યાસ કરતી હતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતી હતી, દરરોજ સવારે 11 વાગ્યા ના અરસામાં ઘરે થી નીકળતી હતી અને રાત્રે 8.30 પછી ઘરે પરત ફરતી હતી. પરંતુ આજે તે ઘરે ના આવી ઘરે આવ્યા તેના મોત ના સમાચાર આ સમાચાર સાંભળતાં જ તેના મામા સહિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. ધનિયાવી ગામની સીમમાં તૃષા સોલંકીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરેલી લાશ મળી આવી હતી, જમણો હાથ કોણીના ભાગેથી કપાયેલો હતો, મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા હતા અને સ્કૂટર નજીકમાં પડી રહ્યુ હતું. લાશ પાસેથી મળી આવેલ આધાર કાર્ડ અને સ્કૂટરના નમ્બરના આધારે તપાસ કરતા મકરપુરા પોલીસ તેના મામાના ઘર સુધી પહોંચી હતી.
9 વાગ્યાના સુમારે વડોદરા શાહેર પોલીસ કન્ટ્રોલ રૂમને કોલ આવ્યો હતો કે ધનિયાવી ગામની સીમમાં યુવતીની લાશ પડી છે. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ મકરપુરા પી. આઈ. જીગ્નેશ પટેલે લોહી લુહાણ હાલતમાં પડેલી લાશ જોઈ તાત્કાલિક FSL ટીમને બોલાવી સાથે જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી, ઝોન3 DCP ડો. કારણરાજ સિંહ વાઘેલા, ACP એસ. બી. કૂંપવત, ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. એસ. ચૌહાણ તથા તેઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અનેતપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
પોલીસે આસપાસ તપાસ કરતા સમગ્ર વિસ્તાર અવાવરું છે, ખેતરની સીમમાં લાવીને તૃષાની હત્યા કરવામાં આવી હતી, અંધકારમાં અચાનક ચીસનો અવાજ સાંભળતા નજીકમાં રહેતા ગીતાબેન નામની મહિલાએ તેઓના જમાઈને ફોન કરી બોલાવ્યા અને તપાસ કરતાં તૃષાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ જયંતીભાઇ ઠાકોર (રહે.265, પંચશીલનગર, માણેજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે પાળિયાથી 10થી વધુ ઘા મારીને વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી કલ્પેશ ઠાકોર, મૃતક તૃષા સોલંકી તેમજ અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, આથી તેને ગઇકાલે સાંજે તૃષાને બોલાવી હતી અને પાળિયા વડે ઘાતકી હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચોઃ જયેશ રાદડિયા vs હરીફ જુથ વચ્ચે આવતીકાલે ખરાખરીનો જંગ, રા.લો.સંઘની બોર્ડ બેઠકમાં થશે પારખાં
આ પણ વાંચોઃ Ahmedabad: બોપલમાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયા લઈને દંપત્તિ છૂમંતર