Vadodara ની નીશા કુમારીનું સાહસ, હિમાલયમાં 6500 મીટર ઊંચું શીખર સર કર્યું , 600 કિલોમીટરનું સાયકલિંગ પણ કર્યું

વડોદરાની (Vadodara) યુવતી નીશા કુમારીએ(Nishakumari)હાલમાં એવરેસ્ટ આરોહણનો સંકલ્પ રાખીને હિમાલયના(Himalaya) બર્ફીલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા(Adventure)કરી રહી છે.

Vadodara ની નીશા કુમારીનું સાહસ, હિમાલયમાં 6500 મીટર ઊંચું શીખર સર કર્યું , 600 કિલોમીટરનું સાયકલિંગ પણ કર્યું
Vadodara Nisha Kumari Adventure
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:51 PM

વડોદરાની (Vadodara) યુવતી નીશા કુમારીએ(Nishakumari)હાલમાં એવરેસ્ટ આરોહણનો સંકલ્પ રાખીને હિમાલયના(Himalaya) બર્ફીલા અને અઘરાં પહાડોમાં સાહસ યાત્રા(Adventure)કરી રહી છે. જેમાં હાલમાં તેણે એક બેવડું સાહસ કર્યું જેના હેઠળ નીશાએ પહેલા તો 6500 મીટર ઊંચા અને બરફથી છવાયેલા માઉન્ટ નુન ના શિખર સુધી આરોહણ કર્યું અને તે પછી આરામ કર્યા કે થાકયા વગર હિમાલયના વિવિધ ઘાટોમાં 600 કિમી ની સાયકલ યાત્રા કરી છે. જેમાં પર્વતનું આરોહણ અને તે પછી તુરત જ વિકટ પહાડી ઘાટો માં સાયકલિંગ નું બેક ટુ બેક અભિયાન કસોટી કરનારું હોય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેના માર્ગદર્શક નિલેશ બારોટે જણાવ્યું કે હિમાલય ના સર્વોચ્ચ શિખર ને સર કરવા પહેલા તો શરીરને ખૂબ કસવું પડે અને પળે પળ બદલાતા વાતાવરણ ની ઝીંક ઝીલવાની શરીર ને ટેવ પાડવી પડે જેના ભાગ રૂપે આ સાહસ યાત્રા તેણે કરી છે.

9 દિવસમાં 600 કિમી ની સાયકલ યાત્રા કરી છે

આ અભિયાન હેઠળ નીશાએ મનાલી થી શરૂ કરીને લેહ ના માર્ગે વિવિધ 6 ઘાટો( પાસ) જે પાસ ના નામે ઓળખાય છે અને વિવિધ ઉંચાઈઓ પર આવેલા છે ત્યાં 9 દિવસમાં 600 કિમી ની સાયકલ યાત્રા કરી છે. આ એવી જગ્યાઓ છે જ્યાં વ્યાપક અને અટપટું ચઢાણ ઉતરાણ કરવું પડે છે.બર્ફીલા તેજ પવનો અને વાતાવરણની વિષમતા શરીર અને મનોબળની કપરી પરીક્ષા લે છે. નીશાનું લક્ષ્ય છેક ચીનની ભાગોળે આવેલા ઉમલિંગ્લા પાસ સુધી જવાનું હતું જો કે સરહદી સુરક્ષાની મર્યાદાના લીધે તે શક્ય ના બન્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ખૂબ ખડતલ શરીર અને મન તેના માટે જરૂરી છે

આ અગાઉ પણ તેણે આ વિસ્તારના ઘાટોમાં વિકટ સાયકલ યાત્રા કરી છે. નીશા કહે છે કે આ મારી એવરેસ્ટ ચઢવાની પૂર્વ તૈયારી છે.ખૂબ ખડતલ શરીર અને મન તેના માટે જરૂરી છે.આ પ્રકારના અભિયાન થી હું એ કેળવી રહી છું. તેની સાથે આ અભિયાન માટે વિપુલ આર્થિક ભંડોળ જરૂરી છે. નીશા આ રીતે પોતાને પુરવાર કરી ને સંસ્થાઓ અને દાતાઓ તેને પીઠબળ આપે તેવો પ્રયત્ન કરી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">