વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 11 ઓક્ટોબરે એટલે કે આજે સાંજે મહાકાલેશ્વર મંદિરના (Mahakaleshwar temple) કોરિડોરમાં બનેલા મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરવા ઉજ્જૈન પહોંચવાના છે. ત્યારે પીએમ મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં એક નાની ભૂલ પણ વહીવટી કર્મચારીઓ ઇચ્છતા નથી, તેથી જ દરેક વ્યક્તિ તત્પરતાથી પોતાનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ બધા વચ્ચે પીએમ મોદીના એક મોટો પ્રશંસક કિશોર પ્રશાસનને તેમને મળવાની વિનંતી કરી રહ્યો છે. 380 કિમીની સફર પૂર્ણ કર્યા બાદ તે પીએમને મળવા ગુજરાતથી (Gujarat) સાયકલ ચલાવીને ઉજ્જૈન પહોંચ્યો છે.
17 વર્ષનો ઓમ જોશી ગુજરાતના વડોદરાથી 380 કિમીનો પ્રવાસ પૂરો કરીને ઉજ્જૈન પહોંચ્યો છે. તેનું કહેવું છે કે તે અત્યાર સુધી 6 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયાસ કરી ચૂક્યો છે, પરંતુ કદાચ તેના પ્રયત્નોમાં કોઈ ખામી હતી જેના કારણે તેને તેના ગુરુ નરેન્દ્ર મોદી મળી શક્યા નથી.
ઓમ જોશીએ મહાકાલ લોક પર પ્રશાસનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને વિનંતી કરી છે કે તેમને વડાપ્રધાનને મળવા દેવામાં આવે. ઓમનું કહેવું છે કે તે પીએમ નરેન્દ્ર મોદીનો સૌથી મોટો ફેન છે. તે PM મોદીને પોતાના ગુરુ માને છે. તેમને મળવા માટે તે 380 કિમી દૂર ગુજરાતથી સાઈકલ પર ઉજ્જૈન આવ્યો છે, તેથી જ તેને પીએમને મળવાની મંજૂરી આપવી જોઈએ.
@narendramodi से मिलने 380 किलोमीटर साइकिल चलाकर गुजरात से पहुंच गया #Ujjain
ज़िद ऐसी कि अगर मोदी यहां नहीं मिले तो साइकिल चलाकर पहुंच जाऊंगा दिल्ली..@PMOIndia @ChouhanShivraj @bhupendrasingho @itsAsheeshSingh #MahakalLok
— Ravi Sen (@ravisen0734) October 10, 2022
ઓમ જોશીએ જણાવ્યું કે તે 5 ઓક્ટોબરે વડોદરાથી સાયકલ પર ઉજ્જૈન આવવા નીકળ્યો હતો. જે બાદ તે 3 દિવસની યાત્રા પૂરી કરીને 7 ઓક્ટોબરે ઉજ્જૈન પહોંચ્યો હતો. ઉજ્જૈન પહોંચ્યા ત્યારથી, ઓમ જોશી સતત વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને મળી રહ્યા છે અને તેને મોદીજી સાથે મળાવવા વિનંતી કરી રહ્યો છે. જો કે, ઓમને પીએમને મળવા દેવામાં આવશે કે કેમ તે અંગે અધિકારીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઓમ જોષી પોતાની સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના પ્રમુખ ડો.વિજય શાહનો પત્ર લઈને આવ્યા છે. આ પત્ર ઉજ્જૈન બીજેપી અધ્યક્ષ વિવેક જોશીના નામે છે. આ પત્રમાં ઉલ્લેખ છે કે ઓમ જોશી વડોદરાના માંડલ 18માં રહે છે. તે સાયકલ ચલાવનાર છે. તેમને 11 ઓક્ટોબર, 2022ના રોજ ઉજ્જૈન મહાકાલેશ્વર દર્શન અને મહાકાલ લોકના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે ઓમ જોશી વડોદરાથી સાયકલ ચલાવીને ઉજ્જૈન પહોંચ્યા છે.
પાવાગઢ, બરોડા, જામનગરની સાથે સાથે ઓમ જોશીએ અત્યાર સુધી ઘણી જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયાસ કર્યો છે. મોદીજીને મળવાની જીદને કારણે તેઓ સાઇકલ ચલાવીને ઉજ્જૈન પણ આવ્યો છે. ઓમ જોશીએ કહ્યું કે જો તે ઉજ્જૈનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ન મળી શકે તો તે સાઇકલ ચલાવીને દિલ્હી જશે.