વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા, વેન્ટિલેટર પુલમાં હવે 750 વેન્ટિલેટર

રાજ્યમાં કોરોના વાઈરસના કેસોએ માંઝા મુકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કોરોના વાઈરસના કેસ 2000ની ઉપર નોંધાઈ રહ્યા છે. ત્યારે વડોદરાની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં 100 નવા અદ્યતન વેન્ટિલેટરનો ઉમેરો કરાયો છે.

  • yunus.gazi
  • Published On - 23:33 PM, 4 Apr 2021
વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરાયા, વેન્ટિલેટર પુલમાં હવે 750 વેન્ટિલેટર

રાજ્યમાં કોરોના વાઈરસના કેસોએ માંઝા મુકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કોરોના વાઈરસના કેસ 2000ની ઉપર નોંધાઈ રહ્યા છે. ત્યારે વડોદરાની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં 100 નવા અદ્યતન વેન્ટિલેટરનો ઉમેરો કરાયો છે. તેની સાથે જ વેન્ટિલેટર પુલમાં હવે કુલ 750 વેન્ટિલેટર થયા છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અગ્રિમ અને તકેદારી રૂપ આયોજનના અમલ રૂપે ગઈકાલ રાત્રિથી અત્યાર સુધીમાં વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં છે.

 

જેમાંથી સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને  50/50 વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી છે. આ પૈકી ધીરજ હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફ્રી બેડ માટે 20, સયાજી હોસ્પિટલ માટે 10 અને ગોત્રી હોસ્પિટલ માટે 5 નવીન અને અદ્યતન વેન્ટિલેટર આપવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે પાયોનિયર હોસ્પિટલમાં ફ્રી બેડની સુવિધા હેઠળ 15 અને અન્ય 50 ખાનગી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.

 

આમ, હવે લગભગ 750 અદ્યતન વેન્ટિલેટરનો પુલ દર્દીઓની જીવન રક્ષક સારવાર માટે ઉપલબ્ધ બન્યો છે, જે આપણી ઓક્યુપન્સી કરતાં વધુ છે. આ પ્રકારે સારવાર માટેની સાધન સુવિધા ક્ષમતામાં સતત વધારો કરીને વેન્ટિલેટરની કોઈ અછત ન રહે તેની કાળજી લેવામાં આવશે.

 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,875 કેસ નોંધાયા 

 

રાજ્યમાં આજે 4 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 2,875 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 14 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 8, અમદાવાદમાં 4 અને અમરેલી તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,18,438 થઈ છે.

આજે 2,27,888 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 4 અપ્રિલના દિવસે કુલ 2,27,888 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64,89,441 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,83,043 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ ચોથો દિવસ હતો. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 2,28,674 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 17,362 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,72,484 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

 

આ પણ વાંચો: Corona virus : ઉચ્ચસ્તરીય બેઠકમાં PM Modiએ મહત્વના નિર્દેશો આપ્યા, 6 થી 14 એપ્રિલ વિશેષ અભિયાન ચલાવવા કહ્યું