Vadodara Update: વધતા કોરોના સંક્રમણને લઈને તંત્ર આવ્યું હરકતમાં, કરવામાં આવ્યું આગોતરું આયોજન

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ પણ અમલમાં મૂક્યું છે. વડોદરામાં (Vadodara ) પણ સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 27, 2021 | 3:54 PM

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે. કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુ પણ અમલમાં મૂક્યું છે. વડોદરામાં (Vadodara ) પણ સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં (Vadodara) સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર હરકતમાં આવી ગયું છે. બેડની અછત ન સર્જાય તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. વડોદરાના કોરોનાના ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે કોવિડ સારવારની સુવિધા જરૂરિયાતવાળા સૌને સરળતાથી મળી રહે એવા ઉમદા હેતુસર વડોદરાની નજીક આજવા તરફ અને દક્ષિણે વરણામાં નજીક 500- 500 બેડની બે કોવિડ સારવાર સુવિધાઓ વિકસાવવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

 

જેના ભાગરૂપે તેમણે શહેરની પૂર્વ તરફ આવેલા પાયોનિયર કેમ્પસની મુલાકાત લઈને તબીબો અને અન્ય સત્તાધિકારીઓ સાથે વેન્ટિલેટર, તજજ્ઞ તબીબો અને શ્રેષ્ઠ સારવાર સુવિધાઓથી સજ્જ 500 બેડની હોસ્પિટલ વિકસાવવાનો પરામર્શ કર્યો હતો. હાલ વડોદરામાં 3 હજાર બેડ ખાલી છે. હાલની સ્થિતિએ વડોદરામાં બેડની અછત નહીં સર્જાય તેવો ડૉ. વિનોદ રાવનો દાવો છે. નોંધનીય છે કે, હાલ 4,100થી વધુ દર્દીઓ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો વડોદરામાં કુલ 7,100 બેડની ક્ષમતા છે. વકરતા કોરોનાને ધ્યાનમાં લઈને આગામી બે ત્રણ દિવસમાં 8 હજાર બેડની વ્યવસ્થા થશે. હાલ SSG હોસ્પિટલમાં 257 દર્દીઓ દાખલ છે. અત્યારે 3000 બેડ ખાલી છે.

 

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે તો કોરોનાને કારણે 9 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતા, જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1,961એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1,721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

 

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,513 નવા કેસ નોધાયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે.

 

આ પણ વાંચો: Paresh Rawal થયા કોરોના પોઝિટીવ, 9 માર્ચે લેવામાં આવ્યો હતો કોરોના રસીનો પ્રથમ ડોઝ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">