વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને રદ કરવાની અટકળો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે માગ કરી હતી કે ઉમેદવારી પત્ર સ્ક્રુટીની પ્રક્રિયા અટકાવી છે જે ગેરકાયદે છે. સેનેટ ચૂંટણીની પ્રક્રિયા યુનિવર્સિટી હેન્ડ બુકના નિયમો મુજબ કરવામાં આવે તેવી માંગ કરી છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 29, 2021 | 5:06 PM

વડોદરાની (Vadodara) એમ.એસ. યુનિવર્સિટી (MS University) સેનેટ ચૂંટણી (Senate Election) મુલતવી રાખવાની શરૂ થયેલી અટકળો વચ્ચે કોંગ્રેસ(Congress)નેતા નરેન્દ્ર રાવત (Naredra Rawat)દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..આ આવેદન પત્ર એમએસ યુનિવર્સિટી રજિસ્ટ્રારને આપવામાં આવ્યું હતું.

જેમાં કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે માગ કરી હતી કે ઉમેદવારી પત્ર સ્ક્રુટીની પ્રક્રિયા અટકાવી છે જે ગેરકાયદે છે. સેનેટ ચૂંટણીની પ્રક્રિયા યુનિવર્સિટી હેન્ડ બુકના નિયમો મુજબ કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ જણાવ્યું હતું કે લોકશાહીની પ્રક્રિયા મુજબ ચૂંટણીનું આયોજન થાય તે જરૂરી છે.

જો કે બીજી તરફ આ મુદ્દે એમ એસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો . કે એમ ચુડાસમા કહ્યું હતું કે, અમે આ અંગે સરકારના પરિપત્ર મુજબ શિક્ષણ વિભાગનું માર્ગદર્શન માંગ્યું છે સેનેટ અંગેની તમામ વિગતો પરામર્શ માટે મોકલી આપવામાં આવી છે.સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. તેમજ હાલ આ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાલ ચાલું જ છે. તેમજ આગળની પ્રક્રિયા સરકારના નિર્દેશ મુજબ કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : કોરોના મૃતકોના પરિવારજનોને સહાય મુદ્દે બેઠક, ગુજરાતમાં પણ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાનું આયોજન

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati