VADODARA : પંડયા પરિવારની તારણહાર બની સયાજી હોસ્પિટલ, એક જ પરિવારના ચાર દર્દીઓને કર્યા કોરોનામુક્ત

VADODARA : વાઘોડિયા રોડ પર રહેતા કમલ પંડ્યાના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની, પુત્ર અને પોતે એમ 5 વ્યક્તિઓ છે. એપ્રિલ મહિનામાં આ આખા પરિવાર પર કોરોનાની આફત ત્રાટકી.

VADODARA : પંડયા પરિવારની તારણહાર બની સયાજી હોસ્પિટલ, એક જ પરિવારના ચાર દર્દીઓને કર્યા કોરોનામુક્ત
પંડયા પરિવારની તસ્વીર
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 10, 2021 | 6:05 PM

VADODARA : વાઘોડિયા રોડ પર રહેતા કમલ પંડ્યાના પરિવારમાં તેમના માતા-પિતા, પત્ની, પુત્ર અને પોતે એમ 5 વ્યક્તિઓ છે. એપ્રિલ મહિનામાં આ આખા પરિવાર પર કોરોનાની આફત ત્રાટકી. કમલભાઈના દીકરા સિવાય ચારેય જણને અસર વધુ હોવાથી દવાખાનામાં દાખલ થવું પડે એવી સ્થિતિ હતી. જ્યારે દીકરાને ખાસ લક્ષણો ન હોવાથી ઘરે સારવાર શક્ય હતી.

આવા વિકટ સંજોગોમાં સરકારી સયાજી હોસ્પિટલ આ પરિવારની જાણે કે તારણહાર બની. સયાજીની સારવારે પંડ્યા પરિવારના અરવિંદભાઈ,ઉષાબહેન, કમલ અને પ્રજ્ઞાબહેન પંડ્યાને લગભગ 6 થી 8 દિવસની સારવારમાં,લગભગ એક રૂપિયો ખર્ચ કર્યા વગર સાજા, સમા અને કોરોનામુક્ત કરી ઘેર મોકલ્યા.

કમલભાઈ ખૂબ સ્પર્શી જાય એવા સ્વરમાં જણાવે છે કે 41 વર્ષમાં પહેલીવાર સરકારી દવાખાનામાં દાખલ થવાનો પ્રસંગ બન્યો,પણ મારો અને અમારા પરિવારનો અનુભવ ખૂબ સુખદ રહ્યો. ખરેખર સરકાર જ આટલી વ્યાપક વ્યવસ્થાઓ કરી શકે.અને તબીબો થી લઈને સફાઈ સેવકો સુધીના સ્ટાફની નિષ્ઠાને વખાણવા મારી પાસે શબ્દો જ નથી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

દિવસમાં ચારથી પાંચ વાર ઓક્સિજન સહિત વિવિધ તપાસ કરે. અરે! ઘરમાં કોઈ સ્વજનને ડાયપર પહેરાવવું પડે તો એ બદલવામાં બધા અચકાય.આ લોકો કોઈ આનાકાની વગર ડાયપર બદલે.સવાર સાંજ ભોજન,દૂધ,નાસ્તો, પીવાનુ પાણી અને જરૂરી દવાઓ, ઈન્જેકશનો,કોઈ વાતની ખોટ પડવા દીધી નથી.

મારી અને મારા પત્ની ની સારવાર 6 દિવસ અને મારા મમ્મી પપ્પાની સારવાર 8 દિવસ ચાલી. પાછળથી અમને સમરસ હોસ્પિટલમાં મોકલ્યા જ્યાં પણ સ્ટાફ અને સુવિધા એટલી જ સારી હતી.

સમરસમાં અમારી નજર સામે ત્રણથી ચાર દિવસમાં આઇ.સી.યુ તૈયાર કરી દીધું. અહી જોતજોતામાં 6 માળ સુધી હોસ્પિટલ ઊભી કરી. આ કોઈ ખાવાના ખેલ નથી.દિવસોના દિવસો લાગે એવી સગવડો ગણતરીના દિવસોમાં તૈયાર કરવામાં આવી જે ખરેખર બિરદાવવા યોગ્ય છે.

સયાજીમાં દાખલ થવા અમે 108 માં ગયા. એનો સ્ટાફ પણ ખૂબ વિનયી અને મદદરૂપ બનવાની ભાવના વાળો હતો.મારા માતાને ઓક્સિજનની જરૂર લાગી તો તરત જ વાહન ઊભું રાખી ઓક્સિજન આપવાનું શરૂ કર્યું.

તબીબો અને સ્ટાફ ખરેખર સમર્પિત ભાવે કામ કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં કમલભાઈ કહે છે કે જો સરકાર પૂરતી સાધન,સુવિધાઓ,દવાઓની વ્યવસ્થા ના કરે તો આ લોકો ઘણું ઈચ્છે તો પણ દર્દીઓની જરૂરી સંભાળ ન લઈ શકે. આમ, હાલમાં સરકાર અને સરકારી દવાખાનાઓ નો સ્ટાફ એકબીજાને પૂરક બની ને કામ કરી રહ્યાં છે જેના સારા પરિણામો મળી રહ્યાં છે. આ આખું તંત્ર સલામને પાત્ર છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">