Vadodara : વૃદ્ધાશ્રમમાં પોલીસે કરી દિવાળીની ઉજવણી, વૃદ્ધજનોની આંખો હર્ષથી છલકાઇ

વૃદ્ધો પણ પરિવાર સાથે દીપાવલી પર્વની ઉજવણીના આનંદનો અહેસાસ કરી શકે, તેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે શહેર પોલીસ તંત્રની શી ટીમ દ્વારા વારસીયાના વૃદ્ધાશ્રમમાં જઇ ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 2:31 PM

વડોદરા શહેર પોલીસે ગુરુવાર સાંજે દિવાળી પહેલા જ દિવાળીની ઉજવણી કરી. બંદોબસ્ત અને લોકોની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ કોઈ તહેવારો ઉજવી ન શકતી નથી. જેથી ગુરુવારે વારસિયા પોલીસ અને તેઓના અધિકારીઓએ પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં દિવાળીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી. વૃદ્ધો સાથે પોલીસના સ્ટાફે ફટાકડા ફોડી, ગીતો ગાઈ અને એકબીજાને મીઠાઈ ખવડાવી દિવાળી પહેલા જ દિવાળીની ઉજવણી કરી.

શહેરીજનો દ્વારા દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર કરી રહેલા વૃદ્ધો પણ પરિવાર સાથે દીપાવલી પર્વની ઉજવણીના આનંદનો અહેસાસ કરી શકે, તેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે શહેર પોલીસ તંત્રની શી ટીમ દ્વારા વારસીયાના વૃદ્ધાશ્રમમાં જઇ ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીએ ભજન અને ગીતોની વૃદ્ધાશ્રમમાં રમઝટ બોલાવી હતી. અને, વૃદ્ધજનોને પોતાના પરિવાર જેવો માહોલ ઉભો કરાયો હતો. હર્ષના આંસુ સાથે વૃદ્ધોએ જણાવ્યું કે, આજે અમને એવું લાગે છે કે, બીજા શહેરોમાં નોકરી કરતા અમારા પરિવારજનો દીપાવલી પર્વની ઉજવણી કરવા આવ્યા છે.

મદદનીશ પોલીસ કમિશનર “જી” ડીવીઝન પી.આર. રાઠોડે પોતાના સુમધૂર કંઠે ભજનો અને ગીતો ગાઇને વૃદ્ધોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસ અધિકારીના કર્ણપ્રિય ભજનો અને ગીતો સાંભળી સિનિયર સિટીઝનો ભાવવિભોર થઇ ગયા હતા અને પોલીસ અધિકારીના કંઠે ગવાઇ રહેલા ભજનો-ગીતો સાથે તાલ મિલાવી ઝૂમી ઉઠ્યા હતા.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">