સંસ્કારી નગરી વડોદરામાં સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ શીખતી મહિલાઓનો VIDEO બનાવવું પડ્યું ભારે, એક શખ્સ ઘરની બાલ્કનીમાંથી ઉતારતો હતો VIDEO

વડોદરાના એક ક્લબ હાઉસમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. કારણ કે, આ સ્વિમિંગ પુલમાં નહાતી મહિલાઓનો એક શખ્સ વીડિયો ઉતારતો ઝડપાઇ ગયો છે. ઘટના છે વિલા ક્લબની કે જ્યાં મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી. તે દરમિયાન બાજુમાં આવેલા એક બંગલામાંથી આકાશ પટેલ નામનો આ શખ્સ તેમના વીડિયો ઉતારી રહ્યો હતો. આ સમયે ક્લબના […]

સંસ્કારી નગરી વડોદરામાં સ્વિમિંગ-પૂલમાં સ્વિમિંગ શીખતી મહિલાઓનો VIDEO બનાવવું પડ્યું ભારે, એક શખ્સ ઘરની બાલ્કનીમાંથી ઉતારતો હતો VIDEO
TV9 Webdesk11

|

Jun 04, 2019 | 7:23 AM

વડોદરાના એક ક્લબ હાઉસમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. કારણ કે, આ સ્વિમિંગ પુલમાં નહાતી મહિલાઓનો એક શખ્સ વીડિયો ઉતારતો ઝડપાઇ ગયો છે. ઘટના છે વિલા ક્લબની કે જ્યાં મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી.

તે દરમિયાન બાજુમાં આવેલા એક બંગલામાંથી આકાશ પટેલ નામનો આ શખ્સ તેમના વીડિયો ઉતારી રહ્યો હતો. આ સમયે ક્લબના મેનેજરની નજર આ શખ્સના કૃત્ય પર પડી. અને મેનેજરે વીડિયો ઉતારતા આ શખ્સનો જ વીડિયો ઉતારી લીધો. શખ્સની પોલ ખુલી જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને મોંઘી હતી 2019 લોકસભા ચૂંટણી, જાણો દરેક મતદાર પર કેટલા રૂપિયા થયા ખર્ચ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati