Vadodara Fire: સાવલીની શિવમ પેટ્રો કેમિકલ્સમાં ભીષણ આગથી અફરાતફરી, 5 કર્મચારી દાઝ્યા, 8 કિલોમીટર દુર સુધી રીએક્ટર ફાટવાનો અવાજ આવ્યો

Vadodara Fire: વડોદરાની શિવમ પેટ્રો કેમિકલ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમા આવી છે. 6 થી વધુ ફાયર ફાયટરની ટીમ અને 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ઉઠતા તેમને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા

| Updated on: Mar 19, 2021 | 9:36 AM

Vadodara Fire: વડોદરાની શિવમ પેટ્રો કેમિકલ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમા આવી છે. 6 થી વધુ ફાયર ફાયટરની ટીમ અને 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ઉઠતા તેમને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે તો અચનાક લાગેલી આગને કારણે કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ કાઢવામાં આવ્યો છે. સાવલીના ગોઠડા ગામે આવેલી છે શિવમ ફેકટરીમા આગ લાગતા આશરે આઠ કિલોમીટર સુધી રીએકટર ફાટવાનો અવાજ સંભળાયો હતો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો સર્જાયા હતા. શિવમ પેટ્રો કેમિકલ્સ કંપની વિવિધ કેમિકલ તેમજ પાવડર બનાવે છે. કંપનીમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ સામે આવ્યો છે, હાલ કંપનીની આગ કાબૂમાં આવી છે જોકે કંપનીમાં જલદ રસાયણ હોવાથી આગ પુનઃ ના પ્રસરે તે માટે ફાયર બ્રિગેડની ટિમો દ્વારા સતત કુલિંગ કરવામાં આવી રહ્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">