VADODARA : ઓમિક્રોન વાયરસને લઇને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ : મેયર

કોરોના મહામારી સામે વડોદરામાં પહેલા ડોઝમાં 100 ટકા રસીકરણ કરાયું છે. જયારે બીજા ડોઝ માટે 85 ટકા રસીકરણ થયું છે. આમ, રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ વડોદરામાં સૌથી વધુ રસીકરણ હોવાનો મેયરે દાવો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:37 PM

VADODARA :ઓમિક્રોન વાયરસને લઇ વડોદરાનું સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી હોવાનું વડોદરાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું છે. તેમણે ટીવીનાઇન સાથેની વાતચીતમાં જણાવ્યું કે “હાઈરિસ્ક દેશોમાંથી આવેલા લોકોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે” વડોદરામાં ઓક્સિજન અને બેડની સુવિધા વધારાશે. સાથે જ મેયરે કહ્યું કે આગામી દિવસોમાં 50 બેડની 4 હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.

નોંધનીય છેકે કોરોના મહામારી સામે વડોદરામાં પહેલા ડોઝમાં 100 ટકા રસીકરણ કરાયું છે. જયારે બીજા ડોઝ માટે 85 ટકા રસીકરણ થયું છે. આમ, રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ વડોદરામાં સૌથી વધુ રસીકરણ હોવાનો મેયરે દાવો કર્યો છે.

નોંધનીય છેકે વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના નવા-નવા કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત અને દેશમાં પણ આ વાયરસે પગપેસારો કરી દીધો છે. જેને પગલે આરોગ્ય વિભાગ ફરી સજ્જ બન્યું છે. અને, આ વાયરસને ફેલાતો અટકાવવા રાજય સરકાર સંપૂર્ણ સજજ થઇ છે. ત્યારે આ વાયરસ અંગે લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે કોરોના વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરીને પણ વધારી દેવામાં આવી છે.  ત્યારે આ વાયરસને લઇને વડોદરા શહેરમાં પણ તંત્ર દ્વારા તમામ કામગીરીઓ આરંભી દેવામાં આવી છે. જેથી કરીને આ વાયરસને ફેલાતો અટકાવી શકાય.

આ પણ વાંચો  : Ahmedabad : સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મહેસૂલ પ્રધાનનું નિવેદન, સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયઃ રાજેન્દ્ર ત્રિવેદી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">