વડોદરા બોટ દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિયેશને કરી PIL
વડોદરા બોટ દુર્ઘટના મામલે મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિયેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી છે. પીઆઈએલ દ્વારા શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સહિત વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા કલેકટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. બોટ જર્જરીત હાલતમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા કલેકટરને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવા અરજીમાં રજૂઆત કરાઈ છે.
વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિયેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવી છે. મૃતકોને ચૂકવવામાં આવેલા વળતર સહિતના મુદ્દા PILમાં ઉલ્લેખ કરવમાં આવ્યા છે. આ ઉપરાંત પીઆઈએલ દ્વારા શાળાના આચાર્ય, ટ્રસ્ટીઓ સહિત વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા કલેકટર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. કોની મંજૂરીથી NOC અને જરૂરી પરવાનગીઓ આપવામાં આવી હતી તે દિશામાં તપાસની માંગ પણ એસોસિયેશન દ્વારા કરવામા આવી છે. કલેકટર, કોર્પોરેશન દ્વારા ક્યારેય પણ નિરીક્ષણ ન કરાયું હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: વિદેશમાં MBBS અભ્યાસ માટે એડમીશનના બહાને છેતરપિંડી, અમદાવાદની એજન્સી સામે ફરિયાદ
બોટ જર્જરીત હાલતમાં હોવા છતાં કોની મંજૂરીથી ચાલી રહી હતી તે અંગે પણ સવાલ ઉઠ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા કલેકટરને સસ્પેન્ડ કરી કાયદાકીય પગલા લેવા અરજીમાં રજૂઆત કરાઈ છે. હરણી તળાવની આ દુર્ઘટના મામલે સુપ્રીમ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશની દેખરેખ હેઠળ વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે. આ પ્રકારની દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
