Vadodara: શહેરની સાથે ગ્રામિણ વિસ્તારોમાં પણ કોરોનાએ ગતિ પકડી, જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય થયું

વડોદરા શહેરમાં તો કોરોનાએ કેર વર્તાવ્યો છે, પરંતુ શહેરને અડીને આવેલા ગ્રામિણ વિસ્તારોમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય થઇ ગયું છે.

વડોદરા શહેરમાં તો કોરોનાએ કેર વર્તાવ્યો છે, પરંતુ શહેરને અડીને આવેલા ગ્રામિણ વિસ્તારોમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય થઇ ગયું છે. ભાયલી, કોયલી, રણોલી, ઉંડેરા જેવા ગામોમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તેથી વડોદરા તાલુકા અને પાદરામાં અગમચેતીના ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવા વિસ્તારોમાં રસીકરણની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. આંકડાની વાત કરીએ તો 45 વર્ષથી 59 વર્ષની વયના 17 હજાર 793 લોકોને રસી આપવામાં આવી છે, તો 60 વર્ષથી ઉપરના 71 હજાર 676 લોકોને રસી આપવામાં આવી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati