VADODARA : મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર ચઢ્યો અસ્થિર મગજનો યુવક, જાણો પછી શું થયું ?

કોલેજના ન્યૂ ટિચિંગ બ્લોક બિલ્ડિંગ પર અસ્થિર મગજનો યુવક ચઢી ગયો હતો. અને જેમ-તેમ બોલી રહ્યો હતો. બીજી તરફ યુવક નીચે પટકાશે તેવા ડરના કારણે નીચે ઉભા રહેલાં લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:13 PM

વડોદરામાં મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર અસ્થિર મગજનો યુવક ચઢી જતાં દોડધામ મચી ગઈ હતી. કોલેજના ન્યૂ ટિચિંગ બ્લોક બિલ્ડિંગ પર અસ્થિર મગજનો યુવક ચઢી ગયો હતો. અને જેમ-તેમ બોલી રહ્યો હતો. બીજી તરફ યુવક નીચે પટકાશે તેવા ડરના કારણે નીચે ઉભા રહેલાં લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે, હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ ધાબા પર ચઢ્યો હતો અને સમજાવટથી યુવકને નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નોંધનીય છેકે મગજથી અસ્થિર યુવાનો અને લોકો અવારનવાર ઉંચી જગ્યા પર ચડી જતા હોય છે. અને, પછી આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવતા હોય છે. કયારેક આવા કિસ્સાઓમાં અસ્થિર મગજના લોકો મોતને પણ ભેેંટી જતા હોય છે. ત્યારે વડોદરામાં આજે બનેલા કિસ્સામાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. પરંતુ, આખરે સમજાવટમાં મામલો થાળે પડી ગયો હતો. અને, કંઇ અઘટિત ઘટના બનતા બચી ગઇ હતી. જેથી તંત્ર અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ યુવકે બિલ્ડીંગ પર બેફામ હરકતો કરતા થોડીવાર માટે વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. જોકે આખરે બધુ ઠરીઠામ થઇ ગયું હતું.

આ પણ વાંચો : Gram Panchayat Election : 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ, સૌથી વધારે મોરબીમાં ગ્રામ પંચાયત સમરસ થઇ

આ પણ વાંચો : વિધાનસભા ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્યો માટે માર્ગદર્શક સેમિનાર, 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવા આહ્વાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">