Vadodara: કોરોનાનાં કપરા સમયમાં સેવાની સરવાણી, કોરેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉભુ કરાયુ 50 બેડનું કોવિડ સેન્ટર

Vadodara: ગુજરાતમાં એક તરફ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ દર્દીઓ સહાનુભૂતિ પર જીવી રહ્યા છે. આ બધી સ્થિતિ વચ્ચે પણ આ ગુજરાત છે કે જ્યાં સેવાને જ પ્રથમ ધર્મ ગણવામાં આવે છે. વાત છે વડોદરા સ્થિત કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરની કે જ્યાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.

Vadodara: ગુજરાતમાં એક તરફ કોરોના (Corona) અટકવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ દર્દીઓ સહાનુભૂતિ પર જીવી રહ્યા છે. આ બધી સ્થિતિ વચ્ચે પણ આ ગુજરાત છે કે જ્યાં સેવાને જ પ્રથમ ધર્મ ગણવામાં આવે છે. વાત છે વડોદરા સ્થિત કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરની કે જ્યાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર (Covid Care Center)ઉભુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં નિષ્ણાંત તબીબોની ટિમો કોવિડ કેર સેન્ટરમાં કાર્યરત રહેશે. આ સેન્ટરમાં સંતો પોતે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી દર્દીઓનું મનોબળ વધારતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં વકરી રહેલી મહામારી વચ્ચે મહેંકી ઉઠેલી માનવતાના દર્શન થઇ રહ્યા છે. રાજ્યમાં કેટલીક આવી જ ઘટનાઓ સામે આવી જેમાં ગોધરાના આયુષ તબીબ દર્દીઓને મફતમાં દવા આપીને મદદ કરી રહ્યા છે તો અમદાવાદના આંબાવાડીમાં પરિવારે પાડોશી ધર્મ અપનાવ્યો અને સંક્રમિત પરિવારને મદદ કરી તો રાજકોટની ચૌધરી હાઇસ્કૂલમાં સંક્રમણની ચિંતા કર્યા વગર કેટલાક લોકો પરિવારજનોને મદદ કરતા નજરે પડ્યા તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લીલાવતી ભવનમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યુ અને 77 બેડની વ્યવસ્થા કરી.
આ તરફ સુરતમાં 108 મહિલા EMTની ફરજ નિષ્ઠા જોવા મળી. મહિલાકર્મીને 7 માસનું બાળક હોવાછતા તે પોતાની ફરજ નિભાવી રહી હતી તો મહામારી વચ્ચે GSFCએ ઓક્સિજનનું યુદ્ધના ધોરણે ઉત્પાદન શરૂ કરીને 200 લિટરના 35 ડ્યુરા સિલેન્ડર સેવામાં આપ્યા તો સુરતમાં લઘુમતિ સમાજની ગર્ભવતી નર્સ કોવિડ સેન્ટરમાં નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરી રહી છે, જ્યારે બનાસકાંઠાના અંબાજીમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવીને મદદની પહેલ કરી છે.

સુરતની સુમુલ ડેરી મફતમાં અઢી લાખ માસ્કનું વિતરણ કરાઈ રહ્યું છે તો રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી આપી છે તો કપરાકાળમાં ભોજન માટે ટળવળતા લોકોની મદદે વ્યારાના યુવા ગ્રુપે પહેલ કરી છે અને ભોજન પહોંચાડવા ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે તો સુરતના જહાંગીરપુરા સ્મશાન ખાતે સ્વૈચ્છિક સંસ્થાએ 8 ચિતા માટે મદદ કરી છે તો ગોંડલના ધારાસભ્યના પુત્ર દર્દીઓની મદદે આવ્યા છે અને પોતાનો મોબાઇલ નંબર જાહેર કરીને અડધી રાત્રે મદદ માટેની તૈયારી દર્શાવી.

કોરોના કાળમાં સેવાભાવી લોકો સમાજ માટે જાણે દેવદૂત બનીને આવ્યા છે. કોઈની સાથે કોઈ સંબંધ ન હોવા છતાં સેવાનો ધોધ વહાવી રહ્યા છે. હાલમાં ઓક્સિજનની અછત આખા રાજ્યમાં વર્તાઈ રહી છે. તેવામાં નવસારી જિલ્લાના સિંધી સમાજ દ્વારા ૪૦થી વધુ ઓક્સિજન મશીનો લોકોને આપવામાં આવી રહ્યા છે.

જરૂરિયાત મંદ લોકો માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને એ નંબર પર કોઈ ફોન કરે તો તાત્કાલિક તેને ઓક્સિજન મશીનો પહોંચાડવામાં આવી રહ્યા છે જેનાથી ઓક્સિજનની કમી ધરાવતા હોમ આઈસોલેટ થયેલા કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ સિંધી સમાજ દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. સિંધી સમાજે આ મશીનો લાખોના ખર્ચે ખરીદ્યા હતા જે હાલમાં માનવસેવા માટે કામ આવી રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati