વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છની એક દિવસીય મુલાકાતે, 3 કાર્યક્રમનું વર્ચ્યૂઅલ ખાતમૂહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છની એક દિવસીય મુલાકાતે, 3 કાર્યક્રમનું વર્ચ્યૂઅલ ખાતમૂહુર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છની એક દિવસીય મુલાકાતે આવશે. પીએમ બપોરે ભુજ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી સીધા ધોરડો જવા રવાના થશે. વડાપ્રધાન મોદી ધોરડોના સભા સ્થળેથી 3 કાર્યક્રમનું વર્ચ્યૂઅલ ખાતમૂહુર્ત કરશે જેમાં ખાવડાના રણમાં 5 હજાર મેગાવોટના સોલાર પ્રોજેક્ટના પ્રથમ ફેઝ ખાતમૂહુર્ત, માંડવીના દરિયાકાંઠે 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું બનાવાના પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરશે. […]

Pinak Shukla

|

Dec 14, 2020 | 12:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બરે કચ્છની એક દિવસીય મુલાકાતે આવશે. પીએમ બપોરે ભુજ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી સીધા ધોરડો જવા રવાના થશે. વડાપ્રધાન મોદી ધોરડોના સભા સ્થળેથી 3 કાર્યક્રમનું વર્ચ્યૂઅલ ખાતમૂહુર્ત કરશે જેમાં ખાવડાના રણમાં 5 હજાર મેગાવોટના સોલાર પ્રોજેક્ટના પ્રથમ ફેઝ ખાતમૂહુર્ત, માંડવીના દરિયાકાંઠે 800 કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠું બનાવાના પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરશે. આ ઉપરાંત અંજારના ચાંદ્રાણી ખાતે 130 કરોડના ખર્ચે સરહદ ડેરીના નવા પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરશે. પીએમ ભૂજમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં બનનારા સ્મૃતિવનના કામની સમીક્ષા કરશે. આ ઉપરાંત સાંજે સનસેટ પોઈન્ટ પરથી સૂર્યાસ્ત નિહાળશે જે બાદ ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી નિહાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાત દરમિયાન સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએમની સુરક્ષાને લઈ 14 IPS અધિકારી કચ્છમાં ફરજ બજાવશે. પીએમના બંદોબસ્ત માટે 270 અધિકારી અને 2700 પોલીસ જવાનો ફરજ પર તૈનાત રહેશે. વડાપ્રધાન તથા અન્ય મહાનુભાવોની સુરક્ષા માટે SPG સહિત સુરક્ષા એજન્સીઓ દ્રારા પોલીસ રિહર્સલ કરવામા આવ્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati