ગુજરાતમાં 45 વર્ષથી મોટા માટેનો રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી

45 વર્ષથી મોટી ઉમરના લોકો આગામી 17મી મેને સોમવારથી, કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ અનુસાર કોરોનાની રસી ( Vaccine ) લઈ શકશે.

ગુજરાતમાં 45 વર્ષથી મોટા માટેનો રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી
45 વર્ષથી વધુ વય ધરાવનારાઓ માટે રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી

કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સિનના ( ( Vaccine )  )બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 સપ્તાહથી 16 સપ્તાહ કરવાના કરેલા નિર્ણયને પગલે, ગુજરાતમાં આવતીકાલ શુક્રવાર 14મી મેથી 16 મે રવિવાર સુધીના ત્રણ દિવસ 45 વર્ષથી મોટી ઉમરના લોકો માટેના રસીકરણનો ( Vaccination ) કાર્યક્રમ મૌકુફ રાખ્યો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરેલ જાહેરાત મુજબ, કેન્દ્ર સરકારે રસીના ( ( Vaccine )  )બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જે 12થી 16 સપ્તાહ કરાયો છે. તેને લઈને, ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમને રીશીડ્યુલ કરવામાં આવશે. હાલ રસીકરણના વર્તમાન શિડ્યુલને રીશિડ્યુલ કરવાને કારણે 45થી મોટી ઉમરના લોકો માટેના રસીકરણ કાર્યકમને રાજ્યભરમાં ત્રણ દિવસ માટે મૌકુફ રાખવામાં આવ્યો છે.

45 વર્ષથી મોટી ઉમરના લોકો આગામી 17મી મેને સોમવારથી, કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ અનુસાર કોરોનાની રસી લઈ શકશે. નવા દિશા નિર્દેશ મુજબ હવેથી રસીના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો સમયગાળો રાખવામાં આવશે.

જયંતિ રવિએ, એવુ પણ જણાવ્યુ કે, ગુજરાતમાં 18થી 45 વય જૂથના લોકોને રસી માટેના એપોઈમેન્ટ શિડ્યુલ અપાઈ ગયા છે તેમને રસી આપવામા આવશે. 18થી 45 વર્ષની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવીને ટાઈમ સ્લોટ મેળવ્યાનો એસએમએસ મેળવી લીધા હોય તેમને જ, આગામી ત્રણ દિવસ એટલે કે 14 થી 16 મે સુધીમાં જે તે સમયગાળા અને તારીખ મુજબ રસી આપવામાં આવશે.

  • Follow us on Facebook

Published On - 7:57 pm, Thu, 13 May 21

Click on your DTH Provider to Add TV9 Gujarati