Vaccination in Gujarat : રાજ્યમાં પહેલી વાર એક જ દિવસમાં પોણા પાંચ લાખ લોકોનું રસીકરણ

Vaccination in Gujarat : રાજ્યમાં આજે "બધાને વેક્સિન, મફત વેક્સિન" અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,87,960 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું.

Vaccination in Gujarat  : રાજ્યમાં પહેલી વાર એક જ દિવસમાં પોણા પાંચ લાખ લોકોનું રસીકરણ
PHOTO SOURCE : Health & Family Welfare Dep, Govt of Gujarat

Vaccination in Gujarat : ભારત સરકારે આજે વિશ્વ યોગ દિવસ 21 જૂનથી 18 થી ઉપરની ઉમરના તમામ લોકોને મફતમાં કોરોના રસી આપવાનું રસીકરણ મહાઅભિયાન “બધાને વેક્સિન, મફત વેક્સિન” શરૂ કર્યું છે. આ રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક રસીકરણ થયું છે.

એક જ દિવસમાં પોણા પાંચ લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,87,960 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 3,53,780 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,25,56,262 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) અન આંકડાઓ જોઈએ તો

1) 858 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 5041 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 70,199 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 39,799 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 3,53,780 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 18,283 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.

151 નવા કેસ, 2 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 21 જૂનના રોજ કોરોનાના નવા 151 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,485 થઇ છે અને મૃત્યુઆંક 10,૦34 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને સુરત શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 36 નવા કેસ
રાજ્યમાં આજે 21 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 36, સુરતમાં 16, રાજકોટમાં 9, વડોદરામાં 7, જુનાગઢમાં 3 , જામનગરમાં 2, ભાવનગરમાં 1 અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક કેસ નોધાયો છે. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

619 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 5639 થયા
રાજ્યમાં આજે 21 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 619 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.09 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 5339 થયા છે, જેમાં 113 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5526 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

Click on your DTH Provider to Add TV9 Gujarati