Vaccination in Gujarat : રસીકરણ મહાઅભિયાનના પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ લીધી રસી

Vaccination in Gujarat : ભારત સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસથી 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને વિના મૂલ્યે અગાઉથી નોંધણી કરાવ્યા વિના, કોરોનાની રસી (Corona Vaccine) આપવાનું મહાઅભિયાન શરૂ કર્યું છે. “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત ગુજરાતમાં 21 જૂનને સોમવારે રેકોર્ડબ્રેક રસીકરણ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 9:17 AM

Vaccination in Gujarat : ભારત સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસથી 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી (Corona Vaccine) આપવાનું શરૂ કર્યું છે. “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત ગુજરાતમાં સોમવારે રેકોર્ડબ્રેક રસીકરણ થયું હતું.

વોક થ્રુ વેક્સિનેશનના ( walk through vaccination) પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. ગુજરાતમાં સોમવારે 5 લાખ 5 હજાર 60 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 57 હજાર 36 લોકોએ કોરોનાની રસી લીધી હતી. એક જ દિવસમાં રસીકરણ મામલે સુરત બીજા નંબર પર રહ્યું હતું. સુરતમાં એક જ દિવસમાં 50 હજાર 740 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

વડોદરામાં 29 હજાર 380 નાગરિકોએ રસી લીધી હતી. રાજકોટમાં 27 હજાર 52 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,25,56,262 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. 858 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયરે પહેલો ડોઝ લીધો હતો. 5041 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરએ બીજો ડોઝ લીધો હતો. 45 થી વધુ ઉમરના 70,199 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે.

45 થી વધુ ઉમરના 39,799 નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 3,53,780 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 18,283 નાગરિકોએ બીજા ડોઝનું રસીકરણ થયું છે.

રાજ્યમાં 21 જૂનના રોજ કોરોનાના નવા 151 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,485 થઇ છે અને મૃત્યુઆંક 10,034 થયો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1 અને સુરત શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 36, સુરતમાં 16, રાજકોટમાં 9, વડોદરામાં 7, જુનાગઢમાં 3 , જામનગરમાં 2, ભાવનગરમાં 1 અને ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક કેસ નોધાયો છે.

રાજ્યમાં 21 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 619 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.09 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 5339 થયા છે, જેમાં 113 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5526 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">