24 કલાકથી સારવાર માટે તડપી રહેલી માસૂમ અંજનાની આખરે સારવાર શરૂ થઈ છે. TV9માં અહેવાલ પ્રસારિત થયા બાદ અમદાવાદની વીએસ હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવ્યુ છે. અને માસૂમ દર્દી અંજનાની સારવાર શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદની વીએસ હોસ્પિટલ બહાર છેલ્લા 24 કલાકથી અંજના તડપી રહી હતી. અંજનાના પિતા પાસે સારવાર માટે રૂપિયા ન હોવાથી તંત્ર દ્વારા સારવાર માટે ઈન્કાર કરી દેવાયો હતો.
એટલું જ નહી અંજના પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નહતી. જો કે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યુ છે. અને માસૂમ અંજનાની વીએસ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 5 દિવસ હજુ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે અમદાવાદમાં 2 દિવસ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો