પતંગરસિકોને મળ્યો પવનનો સાથે, ડીજેના તાલ પર લગાવાઈ રહ્યાં છે ઠુમકા, આવો કંઈક છે ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ VIDEO

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર બાકી રાખવા માગતા નથી. એટલે જ વહેલી સવારથી જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબા પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે. ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ […]

પતંગરસિકોને મળ્યો પવનનો સાથે, ડીજેના તાલ પર લગાવાઈ રહ્યાં છે ઠુમકા, આવો કંઈક છે ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ VIDEO
TV9 Web Desk3

|

Jan 14, 2019 | 4:27 AM

ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર બાકી રાખવા માગતા નથી. એટલે જ વહેલી સવારથી જ પતંગરસિયાઓ પતંગ, દોરા લઈને ધાબા પર ચડી ગયા છે. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ, ફીરકી તેમજ ચીક્કી, લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડિંગો જમાવવા લાગ્યા છે. ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં મસ્ત છે.

તેમાં પણ ગુજરાતીઓ માટે માનવામાં આવે છે કે, તેઓ એક ઉજવણી સાથે અનેક વસ્તુઓનો આનંદ લેતા હોય છે. ત્યારે ટેરેસ પર ડી.જેનો ધમધમાટ સંભળાઇ રહ્યો છે. લોકો પતંગ ચગાવવાની સાથે ડી.જેના તાલે પણ ઝૂમી રહ્યાં છે. એટલું જ નહિં સમગ્ર વાતાવરણ કાપ્યો જ છે, ની બૂમોથી ગૂંજી ઉઠયું છે.

જુઓ VIDEO:

ધાબા પર પતંગ ચગાવવામાં, ચીક્કી ખાવામાં અને ઉત્તરાયણને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ મસ્ત બની ગયા છે. સાથે જ લોકો એકબીજાના પેચ કાપવામાં વ્યસ્ત છે. તો આજે પવન પણ જાણે પતંગ રસિયાઓની ખુશીમાં સહભાગી બની રહેશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

જુઓ VIDEO:

આજના દિવસે 9થી 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહેશે, અને પતંગરસિયાઓને પતંગબાજીની મોજ કરાવશે. સવારના 8થી 4 સુધી પવનની ગતિ 10થી 17 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ત્યારબાદ પવનની ગતિ 12થી 17 કિમી રહેવાની શક્યતા છે.

જુઓ VIDEO:

મકરસંક્રાતિનો મહાઉત્સવ હોય અને ખાવાપીવાના શોખીન રહેલા ગુજરાતીઓ ઉંધિયું અને જલેબી ન આરોગે તો ઉત્તરાયણ કેવી રીતે જામે? ચિક્કીનું ચક્કર તો આખો દિવસ ચાલુ જ રહેશે પરંતુ બપોર પડતા જ પતંગરસિયાઓ ઉંધિયું અને જલેબીની જયાફત ઉડાવવા થોડા સમય માટે ધાબા પરથી નીચે આવશે. તો ઉંધિયા માટે ઠેર ઠેર કાઉન્ટર પણ લાગી ગયા છે. બપોરના સમયે ઉંધિયાના કાઉન્ટર પર લોકોની ભારે ભીડ જોવા મળી શકે છે.

[yop_poll id=592]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati