Unseasonal Rains : રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ, ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ, 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે માવઠાને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં આજે દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:05 PM

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે.

વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હજૂ બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. એવામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે. તો આ તરફ બેવડી ઋતુના લીધે રોગચાળો ફાટી નિકળવાની શક્યતા છે.

રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે માવઠાને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં આજે દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલાક વિસ્તારમાં ભારે અને મધ્યમ વરસાદ પડશે. તો આવતીકાલે પણ વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં લોપ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં માવઠાનું સંકટ ઘેરાયું છે. રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. ભારે વરસાદને પગલે માછીમારોને 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જ્યારે ખેડૂતોને નુક્સાન ન થાય તે રીતે પાકને સલામત સ્થળે રાખવા સૂચન કરાયું છે. તો આ તરફ મહત્તમ તાપમાન ઘટવાના કારણે દિવસે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અને રાત્રે પણ આકરી ઠંડી પડી શકે છે. એવામાં બે દિવસ બાદ તાપમાન વઘુ 2થી 4 ડિગ્રી ગગડવાની શક્યતા છે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">