રાજ્યના 136 તાલુકામાં 1 મી.મી. થી દોઢ ઈંચ સુધીનો વરસ્યો કમોસમી વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતના 136 તાલુકામાં એક મિલીમીટરથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધુ રહ્યુ હતું. શુક્રવારે સવારના 6થી રાત્રીના આઠ સુધીના કુલ 14 કલાકમા ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં દોઢ ઈંચ, તો […]
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતના 136 તાલુકામાં એક મિલીમીટરથી લઈને દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું પ્રમાણ વધુ રહ્યુ હતું. શુક્રવારે સવારના 6થી રાત્રીના આઠ સુધીના કુલ 14 કલાકમા ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં દોઢ ઈંચ, તો જાફરાબાદ અને વાપીમાં સવા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર, પારડી, વડોદરા, ભરૂચમાં એક ઈંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો