આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની બદલાઈ ઓળખ: નામની આગળ લાગશે ડોક્ટર, આ વિષયમાં મેળવી PHD ની ડિગ્રી

કેન્દ્રીય અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ડોક્ટર બની ગયા છે. તેમણે પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. આ અંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સીટીએ પણ ટ્વીટ કરી તેમને અભિનંદન પાઠવ્યા.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 05, 2021 | 11:52 PM

કેન્દ્રીય અને આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ડોક્ટર બની ગયા છે. જી હા તેમણે ‘રોલ ઓફ ગ્રામ વિદ્યાપીઠ ઇન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ એન્ડ ફ્યુચર ચેલેન્જીસ’ના વિષય પર પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. આ અંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સીટીએ પણ ટ્વીટ કરી તેમને અભિનંદન પાઠવ્યા. તો બીજી તરફ મનસુખ માંડવિયાએ રીટ્વીટ કરી યુનિવર્સીટી, તેમના ગાઇડ અને તેમના વિષયમાં સહયોગ આપનારા તમામનો આભાર માન્યો. સાથે જ તેમણે કહ્યું કે પીએચડીની આ યાત્રા તેમના જીવનનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

એક ટ્વિટમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ‘સમુદાય વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠની ભૂમિકા’ (Role of Gram Vidyapiths in Community Development and Future Challenges) વિષય પર પીએચડીની ડિગ્રી મેળવી છે. અમે આશા રાખીએ છીએ કે તેમનો અભ્યાસ ગ્રામીણ ઉચ્ચ શિક્ષણને મજબૂત બનાવશે.

ટ્વિટને ટેગ કરતા માંડવિયાએ કહ્યું, ‘હું યુનિવર્સિટી, મારા માર્ગદર્શક અને મારી સંશોધન યાત્રામાં મને સહકાર આપનાર દરેકનો આભાર માનું છું. પીએચડીની આ યાત્રા મને એકંદર સ્થૂળ જ્ઞાનથી સુક્ષ્મ જ્ઞાન તરફ લઈ ગઈ છે. મારા જીવનમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં રસ્તાઓ પર પડ્યા આટલા હજારથી વધારે ખાડા, નવરાત્રિ પહેલા રિપેર કરવાનો આદેશ

આ પણ વાંચો: Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati