BHAVNAGAR : શહેરમાં સસ્તા અનાજની દુકાનેથી રાશન મળવાની અનિશ્ચિતતા, જાણો શું છે કારણ

રેશનિંગ શોપ સંચાલકો હવે જુના ભાવે ગોડાઉનથી માલ ઉપાડશે નહીં.આ મુદ્દે સરકાર ઝડપથી કોઈ નિર્ણય લે તેવી પણ રેશનિંગ શોપ સંચાલકોએ માગણી કરી છે.

BHAVNAGAR : શહેરમાં સસ્તા અનાજની દુકાનેથી રાશન મળવાની અનિશ્ચિતતા,  જાણો શું છે કારણ
Uncertainty of getting ration from ration shop in Bhavnagar
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 09, 2021 | 3:01 PM

BHAVNAGAR : શહેરમાં સસ્તા અનાજની દુકાનેથી રાશન મળવાની અનિશ્ચિતતા સર્જાઈ છે. આની પાછળનું કારણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે. ભાવનગરના રેશનિંગ શોપ માલિકોએ ટ્રાન્સપોર્ટેશન ખર્ચને લઈ સરકાર સામે બાંયો ચડાવી છે.

રાજ્ય સરકાર હાલ 50 કિલોની બોરી દીઠ રૂ.5 ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પેટે ચુકવે છે.પરંતુ હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે..આ ઉપરાંત મજૂરી ખર્ચ પણ વધ્યો છે..જેથી રેશનિંગ શોપના સંચાલકો 5 નહીં 15 રૂપિયા દીઠ ખર્ચ ચુકવવાની માગ કરી રહ્યાં છે.

ભાવનગર જિલ્લાના રેશનશોપ ધારકોએ કલેક્ટરને માગણીઓ સાથે રજૂઆત કરી છે. આ ઉપરાંત દુકાનોમાં જેટલો પુરવઠો છે તે લોકોને આપવામાં આવશે. રેશનિંગ શોપ સંચાલકો હવે જુના ભાવે ગોડાઉનથી માલ ઉપાડશે નહીં.આ મુદ્દે સરકાર ઝડપથી કોઈ નિર્ણય લે તેવી પણ રેશનિંગ શોપ સંચાલકોએ માગણી કરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોન્ટ્રકટરે રેશનશોપ સુધી વિતરણ માટેનું અનાજ ડિલિવરી કરવાની ના કહી દેતા સરકાર દ્વારા રેશનશોપ ધારકોને જુના ભાવે એટલેકે 5 રૂપિયે એક બોરી ટ્રાન્સપોર્ટ ખર્ચ અને મજુરી સાથે ઉપાડી લેવા હુકમ કરતા ભાવનગર જિલ્લાના તમામ રેશનશોપ ડીલરો દ્વારા આજે 9 ઓગષ્ટથી રેશનશોપથી કોઈ પણ કાર્ડધારકને અનાજનું વિતરણ નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાતો સરકાર દ્વારા અનાજનો જથ્થો પોતાના ખર્ચે પોહચાડવામાં આવે અથવા તો હાલની મોંઘવારીની સ્થિતિને ધ્યાનમાં લઈને એક બોરીએ 15 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તથા મજૂરી પેટે રેશનશોપ ધારકોને આપવામાં આવશે તો જ અનાજ વિતરણ કરવામાં આવશે, તેવો નિર્ણય ભાવનગર રેશનશોપ ડીલર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

ભાવનગર રેશનશોપ ડીલર એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવતા ગરીબ માણસોને મફત મળતું અનાજ આવતી હવે મળશે કે નહીં તે એક સવાલ ઉભો થયો છે. સરકાર દ્વારા આપાતા 5 રૂપિયા જો અનાજ સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરો ને ના પોસાતા હોય તો રેશનશોપ ધારકોને કઈ રીતે પોસાય તેવી ગણતરી સરકારને પણ કરવાની જરૂર છે.

આ પણ વાંચો : NARMADA : રાજ્યમાં વહેલી ચૂંટણીની ચર્ચાઓનો અંત, જાણો શું કહ્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ

આ પણ વાંચો : GIR SOMNATH : રાજ્યમાં ખાનગી હોસ્પિટલોના નિયમન માટે આવશે નવો કાયદો ‘હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">