કલોલના ગાર્ડનસિટીમાં ONGCની પાઈપલાઈનમાં ઘડાકો થતા, બે મકાન ઘરાશાયી, બે વ્યક્તિને પહોચી ઈજા

ગાંધીનગરના કલોલમાં ઓએનજીસીની (ONGC) પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા બે મકાનો તુટી પડ્યા હતા જેમાં બેે વ્યક્તિઓને ઈજા પહોચી હતી. કલોલના ગાર્ડનસિટી સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે ઘર ધરાશાયી થયા છે. બે ઘર પૈકી એક ઘર એનઆરઆઈનું હોવાથી તેમા કોઈ રહેતા નથી. જ્યારે બીજા ઘરમાં પાંચ વ્યક્તિઓ રહેતા હતા. જે પૈકી બે લોકોને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને સારવાર […]

કલોલના ગાર્ડનસિટીમાં ONGCની પાઈપલાઈનમાં ઘડાકો થતા, બે મકાન ઘરાશાયી, બે વ્યક્તિને પહોચી ઈજા
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 9:53 AM

ગાંધીનગરના કલોલમાં ઓએનજીસીની (ONGC) પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતા બે મકાનો તુટી પડ્યા હતા જેમાં બેે વ્યક્તિઓને ઈજા પહોચી હતી. કલોલના ગાર્ડનસિટી સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે ઘર ધરાશાયી થયા છે. બે ઘર પૈકી એક ઘર એનઆરઆઈનું હોવાથી તેમા કોઈ રહેતા નથી. જ્યારે બીજા ઘરમાં પાંચ વ્યક્તિઓ રહેતા હતા. જે પૈકી બે લોકોને ઈજા પહોચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે ઘડાકાનું પ્રાથમિક તારણ ઓઓનજીસીની પાઈપલાઈનના ગેસ લિકેજને કારણ દર્શાવ્યુ છે. જો કે દૂર દૂર સુધી સંભળાયેલા ધડાકાનું મૂળ કારણ શોધવા તપાસ હાથ ધરી છે. ઘડાકા સાથે જ તુટી પડેલા મકાન સ્થળે અચરજ સાથે ટોળા ભેગા થયા હતા. જેને પોલીસે નિયત્રિત કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">