ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 2 કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરાયા

ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 2 કુલિંગ ટાવર ધરાશાયી કરવામાં આવ્યા છે. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને કુલિંગ ટાવર ધરાશાયી કરાયો હતો. તકેદારીના ભાગરૂપે આસપાસના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. 100થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. મહત્વનું છે કે, ભારતમાં પ્રથમ વખત 118 મીટર ઊંચા કુલીંગ ટાવરને તોડાયો છે. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી આ […]

ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 2 કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરાયા
| Updated on: Dec 01, 2019 | 10:53 AM

ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનમાં 2 કુલિંગ ટાવર ધરાશાયી કરવામાં આવ્યા છે. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને કુલિંગ ટાવર ધરાશાયી કરાયો હતો. તકેદારીના ભાગરૂપે આસપાસના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. 100થી વધુ ટ્રાફિક પોલીસના જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. મહત્વનું છે કે, ભારતમાં પ્રથમ વખત 118 મીટર ઊંચા કુલીંગ ટાવરને તોડાયો છે. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી આ બંને કુલિંગ ટાવર તોડાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી GUJCTOCનું અમલ, કોઈ પણ વ્યક્તિનો ફોન કરી શકાશે ટેપ!